મનોરંજન

ઋષિ કપૂરની દીકરી ખુબ જ છે ગ્લેમર અને સ્ટાઈલીશ, બોલીવુડ દુર કરોડો કમાય છે- જુઓ 6 PHOTOS

૩૦ એપ્રિલે ઋષિ કપૂરનું નિધન થયું છે. ઘણા વર્ષોના રીલેશન બાદ ઋષિ કપૂરે 1980માં નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેનાં લગ્નથી તેઓને બે બાળકો છે એક દીકરો અને એક દીકરી. દીકરા રણબીર કપુરને તો તમે જાણો જ છો, પણ શું તમે તેની દીકરી રીધીમાં કપૂરને જાણો છો? આજે અમે તમને રીધીમાં વિશેની અમુક દિલચસ્પ વાતો કહેવા જઈ રહ્યા છીએ. રીધીમાનો જન્મ 15 સપ્ટેમ્બર 1980 નાં રોજ થયો હતો.

કપૂર ખાનદાનની જો કે ઘણી એવી દીકરીઓ બોલીવુડમાં રાજ કરી રહી છે, પણ રીધીમાનું આ બધાથી એકદમ ઉલટું જ ચાલી રહ્યું છે. તે બોલીવુડની દુનિયાથી ખુબ જ દુર રહે છે, રીધીમાં ઉમરમાં કરીના કરતા માત્ર 6 દિવસ મોટી છે. રાજ કપૂરે  ત્યારે કહ્યું હતું કે, મારે ઘરે રિદ્ધિ-સિદ્ધિ આવી છે.

 

View this post on Instagram

 

@ralphlauren First flagship store launch @ The Chanakya mall- New Delhi

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

રીધીમાંને શરૂઆતથી જ બોલીવુડ એક્ટ્રેસ બનાવની કોઈ જ ઈચ્છા ન હતી, અને તેને લીધે તેણે પોતાનું કેરિયર પણ જ્વેલરી ડીઝાઇનિંગમાં જ બનાવાનું નક્કી કર્યું. રીધીમાંએ ફેશન ડીઝાઇનિંગ અને ઇંટીરીયર ડીઝાઇનિંગનો કોર્સ કરેલો છે. રીધીમાં ફેશન ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે.  ફેશન ડિઝાઈનીગ સિવાય તે  જવેલરી ડિઝાઇનિંગ પણ કરે છે. રીધ્ધીમા એકલી  જ કરોડો રૂપિયાની માલિકણ છે.

Image Source

રીધીમાએ 25 જાન્યુઆરી 2006 નાં રોજ પોતાના જુના દોસ્ત અને દિલ્લીનાં બીઝનેસમૈન ભરત સાહસી સાથે લગ્ન કર્યા હતા.આ બંને ની મુલાકાત 1997 માં લંડનમાં થઇ હતી. તેના બાદ વર્ષ 2001 માં બંને મુંબઈમાં એક લગ્નમાં મળ્યા જ્યાં બંનેની જાન પહેચાન થઇ. પુરા 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનએ લગ્ન કર્યા હતા. 23 માર્ચ 2011 ના રોજ બંને એક દીકરીના માં-બાપ બન્યા.

 

View this post on Instagram

 

#riddhimakapoorsahni

A post shared by @ riddhimakapoorsahnifanclub on

એક દીકરીની માં હોવા છતાં પણ રીધીમાંએ પોતાનો બીઝનેસને ન છોડ્યો અને એક દીકરીને સંભાળવાની સાથે સાથે તે પોતાના બીઝનેસને પણ સંભાળી લેતી હતી.રીધીમાંએ આર જ્વેલરી નામની એક જ્વેલરી બ્રાંડ બનાવી છે. અને તેને સારા મુકામ સુધી પણ લઇ ગઈ. આજે તેની ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામ છે. જણાવી દઈએ કે હાલમાં જ દિલ્લીમાં રીધીમાંનું નામ ટોપ 25 બીસનેસમેનમાં શામિલ કરવામાં આવેલું છે.

રીધીમાએ પોતાની મહેનત અને પોતાના કામ પ્રતિ લગનથી આજે કરોડોનો બીઝનેસ ઉભો કરી નાખ્યો છે અને તે મોટાભાગે બોલીવુડની પાર્ટીસ અને એવોર્ડ ફંકશનમાં પણ જોવા મળે છે.

Image Source

થોડા દિવસ પહેલા જ રીધ્ધીમા એ ઇન્સ્ટાગ્રામ પર ફેમિલી ફોટો શેર કર્યો હતો. જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ઋષિ અને નીતુ સાથે સમય પસાર કરતી નજરે ચડે હતી. સાથે જ લખ્યું હતું કે ” બૈટમૈનની યાદ આવી રહી છે. બૈટમૈનએટલે કે તેના પતિ ભરત સાહનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks