ખબર

આંખોમાં નમી સાથે રણબીરે કર્યા પિતાના અસ્થિ વિસર્જીત, આ કારણથી ન જઇ શક્યા હરિદ્વાર

વેટરનલ એક્ટર રિશી કપૂરની અસ્થિનું મુંબઇ ખાતે આવેલા બાણગંગામાં વિસર્જિત કરવામાં આવ્યા છે. દેશમાં લોકડાઉનના કારણે કપૂર પરિવાર અસ્થિ વિસર્જીત કરવા હરિદ્વાર ન જઇ શક્યાં. દીકરા રણબીર કપૂરે પિતાની અસ્થિનું વિસર્જન કર્યું. અસ્થિ વિસર્જનમાં રણબીર કપૂર, રિધિમા કપૂર સહાની, નીતુ કપૂરની સાથે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ અને રણબીરનો બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી હાજર રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલના રોજ કેન્સરથી પીડાતા રિશી કપૂરનું નિધન થયું છે. રિશી કપૂર મુંબઇ એચએન ફાઉન્ડેશન હોસ્પિટલમાં એડમીટ હતા.

રણબીર કપૂરે પૂરા વિધિ વિધાન સાથે પિતાના અસ્થિનું વિસર્જન કર્યું હતું. અસ્થિ વિસર્જનના સમયે ત્યાં ઘણા પંડિતો પણ હાજર રહ્યાં હતા. સંપૂર્ણ મંત્રો-ઉચ્ચાર સાથે રિશી કપૂરની અંતિમ વિધિ પૂર્ણ થઇ હતી. ઉપરાંત અહીં એક પૂજાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

રિશી અને નીતુ કપૂરની દીકરી રિધિમા કપૂર સહાની પિતાના અંતિમ સંસ્કારમાં પહોંચી શકી ન હતી. સરકાર દ્વારા તેને દિલ્હીથી મુંબઇ આવાની છુટ તો મળી ગઇ હતી, પણ બાય રોડ આવતા રિધિમાને સમય લાગ્યો હતો. પરંતુ પિતાના અસ્થિ વિસર્જનમાં તે પરિવાર સાથે હાજર રહી હતી.

રિશી કપૂરની પ્રાર્થના સભા તેમના ઘરે જ રાખવામાં આવી હતી. લોકડાઉનના કારણે કુલ 6 સભ્યોની હાજરીમાં જ પ્રાર્થના સભાનું આયોજન રાખ્યું હતું. તાજેતરમાં જ રણબીર કપૂર સાથે નીતુ કપૂરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ ફોટોમાં રિશી કપૂરના ફોટો પર ફૂલો ચઢાવેલા છે અને રણબીર-નીતુ કપૂર રિશી કપૂરના ફોટોની બાજુમાં બેઠા છે. નીતુએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો છે. ત્યાં રણબીરે નારંગી રંગનો કુર્તો પહેર્યો છે. તે સાથે માંથા પર પાઘડી બાંધેલી છે. નોંધનીય છે કે પ્રાર્થના સભા મુંબઇના બાંદ્રાના પાલી હિલ ખાતે આવેલા ઘરે રાખવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.