મનોરંજન

102 વર્ષ બાદ પણ પાકિસ્તાનમાં શાનથી ઉભી છે ઋષિ કપૂરની ખાનદાની હવેલી, જુઓ તસ્વીર

ગુરુવારે બૉલીવુડના દિગ્ગ્જ એક્ટર ઋષિ કપૂરનું નિધન થઇ ગઈ હતું. ઘણા વર્ષો સુધી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમતા હતા. આખરે ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કહેતા આખી દુનિયાના ફેન્સમાં નિરાશા છવાઈ ગઈ હતી.

Image source

ઋષિ કપૂરને પાકિસ્તાન સાથે પણ ખાસ લગાવ રહ્યો છે. પાકિસ્તાનમાં ઋષિ કપૂરના પિતા રાજકપુરનો જન્મ થયો હતો. જે જે ઘરમાં રહેતા હતા તે આજે પાકિસ્તાનના પેશાવરમાં છે. આ મકાનને ‘કપૂર હવેલી’થી ઓળખવામાં આવે છે.

Image source

કપૂર હવેલી પાકિસ્તાનના પેશાવરના કિસ્સા ખવાની બજારમાં છે. આ હવેલી ચારે બાજુથી ઘેરાયેલી છે. આ હવેલીનું નિર્માણ રાજ કપૂરના દાદા અને પૃથ્વીરાજ કપૂરના પિતા સ્વ બશેશ્વરનાથે કરાવ્યું હતું. બશેશ્વરનાથ એક દીવાન હતા.

Image source

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ હવેલી 5 માળની છે. ભૂકંપમાં આ ઇમારત જર્જરિત રીત થતા તેના ઉપરના 2 થી 3 માળ નાખવામાં આવ્યા હતા. આ હવેલીમાં 40 થી 50 રૂમ હતા. આ હવેલી નિર્માણ 1918થી 1922 કરાવવામાં આવ્યું હતું. તે સમયે આ હવેલી સૌથી આલીશાન નિર્માણ પૈકી એક હતી.

Image source

દેખરેખની કમીને કારણે આ હવેલી જર્જરિત થઇ જતા આ હવેલીને 2018માં મ્યુઝિયમમાં બદલી દેવામાં આવ્યું હતું. આ બાદ ખુદ ઋષિ કપૂરેપાકિસ્તાન સરકારને અપીલ કરી હતી. ઋષિ કપૂરે ટ્વીટ કરીને પાકિસ્તાન સરકારને અપીલ કરી હતી કે તેની હવેલીને એક મ્યુઝિમમાં બદલવાનું કહ્યું હતું.

ઋષિ કપૂરને પાકિસ્તાન ખૂબ જ પસંદ હતું. 2016માં ઋષિ કપૂરે પાડોશી દેશ પાકિસ્તાનની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે તેની એક જૂની તસવીર શેર કરી જેમાં તે રણધીર કપૂર સાથે કપૂર હવેલીમાં ઉભા છે. એક વર્ષ પછી તેણે ટ્વીટ કર્યું કે તે 65 વર્ષનો છે અને મૃત્યુ પહેલાં એક વખત પાકિસ્તાનને જોવા માંગે છે.પરંતુ આ ઈચ્છા તેની અધૂરી રહી ગઈ હતી.

Image Source

30 એપ્રિલે ઋષિ કપૂરની નિધન થયું હતું. તે ઘણા સમયથી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમતા હતા. ઋષિ કપૂરનો ન્યુયોર્ક ઈલાજ ચાલી રહ્યો હતો. ઋષિ કપૂર સોશિયલ મીડિયામાં પણ ઘણા એક્ટિવ હતા. પરંતુ 2 એપ્રિલ બાદ તેને સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું હતું.ઋષિ કપૂરે તેની કરિયરમાં ઘણી શાનદાર અને સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં બોલ રાધા બોલ, દીવાના, કર્જ, ચાંદની, હિના અને દામિની જેવી ફિલ્મો શામેલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.