મનોરંજન

ઋષિ કપૂરના નિધનથી પીએમ મોદી પણ દુઃખી દુઃખી થયા કહ્યું – પ્રતિભાના પાવરહાઉસ હતા ઋષિજી

બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું આજે 67 વર્ષની વયે અવસાન થયું છે. કેન્સર સામે લડી રહેલા ઋષિ કપૂરને લઈને ગઈરાત્રે ખબર આવી હતી કે શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના નિધનને કારણે તેમના ચાહકો ખૂબ જ દુઃખી છે.

Image Source

પીએમ નરેન્દ્ર મોદીએ ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યું – ‘બહુઆયામી, પ્રિય અને જીવંત… આવા હતા ઋષિ કપૂર. તે ટેલેન્ટના પાવરહાઉસ હતા. હું હંમેશા તેમની સાથેની મારી વાતચીતને યાદ રાખીશ, ખાસ કરીને હંમેશાં સોશિયલ મીડિયા પર. તેઓ ફિલ્મો અને ભારતની પ્રગતિ માટે ઉત્સાહી હતા. તેમના નિધનથી દુઃખી છું. તેના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ.’

ગયા વર્ષે જયારે ઋષિ કપૂર અમેરિકામાં પોતાની સારવાર કરાવી રહયા હતા એ દરમ્યાન જ વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભાજપને પ્રચંડ જીત મળી હતી. એ દરમ્યાન અભિનેતા ઋષિ કપૂરે પણ ટ્વીટ કરીને મોદી સરકાર સામે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ઋષિ કપૂરે જે ઈચ્છાઓ વ્યક્ત કરી હતી, એ વ્યક્તિગત નહિ પણ દેશના ગરીબ પરિવારોને લાભ પહોંચાડવા માટેની હતી. ઋષિ કપૂરે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદી, અરુણ જેટલી અને સ્મૃતિ ઈરાનીને મફત શિક્ષણ, મેડિકલ અને પેંશન જેવા મુદ્દાઓ પર કામ કરવા અનુરોધ કર્યો હતો. તેમને લખ્યું હતું કે આ કામ મુશ્કેલ છે, પણ જો તમે અત્યારે આના પર કામ કરશો તો એક દિવસ ચોક્કસ મળી જશે.

તેમને બીજી ટ્વીટમાં કહ્યું હતું કે આપણા યુવાઓને એજ્યુકેટ કરશો તો એમને સારી નોકરી મળશે અને એક સાચા લોકતંત્રમાં નોટબંધી, કાઉ સ્લોટર બેન, એન્ટી સેક્યુલર જેવા મુદ્દા ન હોવા જોઈએ.

ઋષિ કપૂરે આગળ લખ્યું હતું કે ‘તમારી પાસે પૂરા નવા 5 વર્ષ છે. આ વિશે વિચારો અને આખી માનવ જાતિ સામે ઉદાહરણ પૂરું પાડો. મને માફ કરજો, જો હું વધુ બોલી ગયો હોઉં તો, પણ એક નાગરિક હોવાના નાતે અવાજ ઉઠાવવાનું મારું કર્તવ્ય છે.’