CSKના ધાકડ ઓલરાઉન્ડર શિવમ દુબેને ક્લીન બોલ્ડ કરનારા પંજાબના બોલરે આ શું પહેર્યું હતું મોઢા ઉપર અને શા કારણે ? જાણો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 38મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સનો સામનો કર્યો. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ઋષિ ધવનને પણ મેચમાં પંજાબ કિંગ્સ તરફથી રમવાની તક મળી હતી. ખાસ વાત એ છે કે ધવન છ વર્ષ બાદ IPLમાં મેચ રમવા આવ્યો હતો.

વર્ષો બાદ ઋષિ IPLમાં મેચ રમવા મેદાનમાં આવ્યો હતો. એક તરફ જ્યાં ઋષિ ધવન પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવા માટે હેડલાઈન્સ બનાવવામાં સફળ રહ્યો હતો, તો બીજી તરફ પંજાબના ખેલાડીઓ જ્યારે મેદાનમાં ઉતર્યા ત્યારે તેમના ચહેરાનુ એક અલગ જ માસ્ક હતો. ઋષિના આ માસ્કને જોઈને દર્શકો પણ હેરાન રહી ગયા હતા

મેચમાં ઋષિ ધવન ચહેરા પર ફેસ શિલ્ડ પહેરીને બોલિંગ કરતો જોવા મળ્યો હતો, જેણે ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ પારદર્શક શિલ્ડના કારણે ધવનનું નાક અને ઉપરનો ભાગ ઢંકાઈ ગયો હતો. ધવન તાજેતરમાં નાકની ઈજામાંથી પાછો ફર્યો છે, જેના કારણે તેણે બોલિંગ કરતી વખતે પોતાને બચાવવા માટે માસ્ક પહેર્યુ હતુ. બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા ધવને શિવમ દુબેને પોતાનો શિકાર બનાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે IPLમાં પંજાબ કિંગ્સમાં સિલેક્ટ થયા પહેલા ઋષિએ રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેને બીજા રાઉન્ડની મેચો દરમિયાન માથામાં ઈજા થઈ હતી. જે બાદ તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આથી તે પંજાબ કિંગ્સ માટે પ્રથમ ચાર મેચ રમવા માટે ઉપલબ્ધ નહોતો.

ઋષિએ તેના ચહેરા પરની ઈજાને બચાવવાના ઈરાદાથી તેના ચહેરા પર હેડ પ્રોટેક્શન માસ્ક લગાવ્યું હતું. આ સિવાય ઋષિ તેની બોલિંગ દરમિયાન અડધી પીચ પર પહોંચી જાય છે, તેથી તેને બચાવવા માટે તેના ચહેરા પર ‘પ્રોટેક્શન’ પણ હતું. આ શાનદાર વાપસી માટે ચાહકો પણ સોશિયલ મીડિયા પર ઋષિની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં ચાર વિકેટે 187 રન બનાવ્યા હતા. શિખર ધવને 59 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 88 રનની ઇનિંગ રમી હતી. ભાનુકા રાજપક્ષેએ પણ 32 બોલમાં 42 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડ્વેન બ્રાવોએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. જવાબમાં CSKની ટીમ 6 વિકેટે 176 રન જ બનાવી શકી હતી.

Niraj Patel