ખબર ખેલ જગત

Video: રિષભ પંતે કર્યું ઇન્સ્ટાગ્રામ લાઈવ, મહેન્દ્ર સિંહ ધોનીને કર્યા જોઈન અને પછી માહિભાઈએ કર્યું એવું કે જોઈને તમે પણ શૉક થઇ જશો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર રિષભ પંત તેના મજેદાર જોક્સ માટે જાણીતો છે. મેદાન પર હોય કે બહાર, તે હંમેશા કંઇકને કંઇક કરતો રહે છે. આ વખતે તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ સાથે લાઈવ ચેટ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

રિષભ પંત, રોહિત શર્મા અને સૂર્યકુમાર આ દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદમાં છે. અહીં હોટલના રૂમમાંથી જ પંતે સૌ પ્રથમ રોહિત અને સૂર્યકુમારને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયો કોલ કર્યો હતો. જ્યારે પંતે સાક્ષી ધોનીને ફોન કર્યો ત્યારે તેઓ એકબીજા સાથે ગપસપ કરી રહ્યા હતા.

સાક્ષીએ કોલ એટેન્ડ કર્યો અને વાત કરવા લાગી. આ દરમિયાન કેમેરો ધોની તરફ વળ્યો. ધોનીએ પહેલા તો હાથ જોડીને કેમેરા સામે આવવાની ના પાડી હતી, પરંતુ થોડા સમય બાદ તે લાઈવ ચેટમાં પણ આવ્યો હતો. માહીએ પણ સાક્ષીની જેમ હેલ્લો કર્યુ. આ દરમિયાન પંતે કહ્યું, “ભાઈને રાખો, થોડીવાર લાઈવ પર રાખો.”

ઋષભ પંતની આ વાત સાંભળીને ધોનીએ ફોન છીનવી લીધો અને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. આ દરમિયાન ઋષભ પંત, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ જોરથી હસવા લાગ્યા. ઋષભ પંતની આ મસ્તીથી બધા એટલા પરેશાન થઈ ગયા કે બેડ પર પડેલા જોવા મળતા રોહિત શર્માને પણ કહેવું પડ્યું – “આવું ના કર યાર રિષભ”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ આજે 27 જુલાઈના રોજ રમાશે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની પ્રથમ બે મેચ જીતી છે. એટલે કે આ સિરીઝ ભારતના નામે નોંધાઈ ચૂકી છે. હવે આ મેચ જીતીને ભારત પાસે વિન્ડીઝ ટીમનો વ્હાઇટવોશ કરવાનો મોકો હશે.