ખેલ જગત

ઋષભ પંતની ગર્લફ્રેન્ડ કોઇ બોલિવુડ અભિનેત્રીથી કમ નથી, ખૂબસુરતીમનાં મોટી-મોટી અભિનેત્રીઓને આપે છે માત

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બલ્લેબાજ ઋષભ પંત આ દિવસોમાં કરિયરના ખૂબ જ સારા ફોર્મમાં છે. હાલ તો ઋષભ પંત IPLમાં દિલ્લી કેપિટલ્સની કપ્તાની કરી રહ્યા છે, જે ટૂર્નામેન્ટમાં ટોપ પર ચાલી રહી છે. ક્રિકેટ ઉપરાંત ઋષભ પંત પર્સનલ લાઇફને લઇને ઘણા ચર્ચામાં રહેતા હોય છે. (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

તેમની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેમની ખૂબસુરત ગર્લફ્રેન્ડની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થતી જોવા મળે છે. ઋષભ પંતની ગર્લફ્રેન્ડ દહેરાદૂનની રહેવાસી છે અને તે એક ઇંટીરિયર ડિઝાઇનર અને વ્યવસાયી છે.

ઋષભ પંતની ગર્લફ્રેન્ડનું નામ ઇશા નેગી છે. તેણે દહેરાદૂનની જીસસ એન્ડ મૈરીથી સ્કૂલનો અભ્યાસ કર્યો છે અને નોએડાની એમિટી યુનિવર્સિટીથી કોલેજનો અભ્યાસ કર્યો છે. ઇશા નેગી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઇશા નેગીના 1 લાખ 70 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે. ઇશાને સાહિત્ય અને દર્શનશાસ્ત્ર એટલે કે ફિલોસોફીમાં ઘણી દિલચસ્પી છે. ઋષભ પંતે કેટલાક સમય પહેલા લેડી લવ ઇશા નેગી સાથે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ તસવીરોએ ઘણી સનસની મચાવી દીધી હતી. આ તસવીર શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ હતુ કે, હું બસ તને જ ખુશ રાખવા માંગુ છુ કારણ કે તું જ એ કારણ છે જેનાથી હું ખુશ છુ. મીડિયા રીપોર્ટ અનુસાર ઋષભ પંત અને ઇશા નેગીને એકસાથે ડેટ કરતા લગભગ ત્રણ વર્ષ થઇ ચૂક્યા છે. ઇશા તેની તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર ઘણી છવાયેલી રહેતી હોય છે.

જણાવી દઇએ કે, ઋષભ પંતનું નામ બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે જોડાઇ ચૂક્યુ છે. વર્ષ 2019માં તે બંનેને જૂહુના એસ્ટેલા હોટલમાં લેટ નાઇટ ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. જે બાદ તે બંનેના રિલેશનની ખબરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. પરંતુ ખબર આવી કે તે બંનેના રસ્તા અલગ થઇ ગયા છે.