આવી મોંઘી હાઈફાઈ લાઈફ જીવે છે રિષભની ગર્લફ્રેન્ડ, અનુષ્કા શર્માને પણ ટક્કર આવે છે એવી દેખાવડી છે

કોણ છે આ રૂપાળી છોકરી જે ક્રિકેટર રિષભ પાછળ લટ્ટુ થઇ ગઈ છે…

ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર-બેટ્સમેન રિષભ પંત મેચ સાથે સાથે અંગત જીવન માટે પણ ખૂબ પ્રખ્યાત છે. તેની ગર્લફ્રેન્ડ ઇશા નેગી ખૂબ જ સુંદર છે. પરંતુ શું તમે એમના વિશે જાણો છો? જો નહીં, તો આજે અમે તમને તેમનો પરિચય આપવા જઈ રહ્યા છીએ.

ઇશા નેગીને સાહિત્ય અને દર્શન શાસ્ત્રમાં ખૂબ જ રુચિ છે. ઇશા નેગીએ દેહરાદૂનથી “જીસસ એન્ડ મેરી” નામની સ્કૂલમાં ભણી હતી અને ત્યારબાદ તેને “એમિટી યુનિવર્સિટી”થી કોલેજ કરી હતી ત્યાં તેને બી.એ. ઓનર્સમાં સ્નાતકની ડિગ્રી લીધી હતી.

2020 ની શરૂઆતમાં રિષભ પંતે સોશિયલ મીડિયા પર ઇશા નેગી સાથેની એક તસવીર શેર કરી હતી. જેના પર ઇશાએ જવાબ આપતા લખ્યું કે ‘માય સોલમેટ, માય લવ, માય લાઈફ, માય બેસ્ટ ફ્રેન્ડ.’.

ઈશા નેગી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં તેના 1 લાખ 71 હજારથી વધુ ફોલોઅર્સ છે. ઓસ્ટ્રેલિયાની  ટેસ્ટ સિરીઝમાં વિશ્વનું દિલ જીતનાર રિષભ પંતનું દિલ જીતી લીધું તેની ગર્લફ્રેન્ડ ઇશા નેગીએ.

જેમણે પંતને પોતાના પ્રેમના જાદુથી રિષભ પંતને ક્લિન બોલ્ડ કરી નાખ્યો છે. પંતે 1 જાન્યુઆરીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. પંત સાથેના સંબંધો જાહેર થયા ત્યારથી જ ઇશા નેગીના ફોલોઅર્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વધી રહ્યા છે.

તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.50 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઇશા નેગી ઘણી વાર રિષભ પંત સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે અને ચાહકોને તેમની તસવીર ખુબ જ પસંદ પણ આવે  છે.

તમને જણાવી દઈએ કે વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે વર્ષ 2019 માં તેની ગર્લફ્રેંડ ઇશા નેગી સાથે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીર શેર કરતા રિષભ પંતે લખ્યું છે કે ‘હું ફક્ત તને ખુશ રાખવા માંગું છું, કારણ કે તું મારા ખુશ થવાનું કારણ છે.’

ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા વાળી એ જીતમાં ઉત્તરાખંડના પુત્ર રિષભ પંતની મહત્વની ભૂમિકા છે. તેણે માત્ર 138 બોલમાં 89 રનની અણનમ ઇનિંગ્સ ફટકારી હતી અને ‘મેન ઓફ ધ મેચ’ પણ બન્યો હતો. રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનવવા વાળો ભારતીય વિકેટકીપર પણ બની ગયો છે.

Patel Meet