23 વર્ષની ઉંમરમાં જ રિષભ પંતે બનાવ્યું આલીશાન ઘર, જુઓ ઘરની અંદરની શાનદાર તસવીરો

આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ક્રિકેટ રસીઓ પણ પોતાની ગમતી ટીમ અને ગમતા ખેલાડીઓને સપોર્ટ કરવામાં લાગી ગયા છે. દિલ્હી તરફથી રમી રહેલા યુવા ક્રિકેટર રિષભ પંતનાં પણ લાખો ચાહકો છે.

રિષભ પંત તેની તાબડતોબ બેટિંગ માટે જાણીતો છે. સાથે તે ભારતીય ટીમમાં વિકેટ કિપરની ભૂમિકામાં પણ જોવા મળે છે. હાલ તો તે દિલ્હી તરફથી રમી રહ્યો છે. અને દિલ્હીની કમાન સાંભળી રહ્યો છે. પરંતુ આજે આપણે વાત કરીશું આ યુવા ક્રિકેટરના આલીશાન ઘરની.

રિષભ પંતે માત્ર 23 વર્ષની ઉંમરમાં જ ઘણું મોટું નામ મેળવી લીધું અને તેના કારણે તેને આ ઉંમરમાં જ આલીશાન ઘર પણ બનાવી દીધું.

રિષભનો બેડરૂમ ખુબ જ આલીશાન છે. તેના બેડરૂમની અંદર જ્યામિતીય, મોનોક્રોમ, લેઆઉટ જોવા મળે છે.રિષભના ઘરમાં ઓરડાઓની સ્પેસ પણ ખુબ જ સારી જોવા મળે છે અને તેની અંદર વુડનનું કામ કરવામાં આવ્યું છે. ઓરડાઓની ડિઝાઇન ખુબ જ મોર્ડન છે અને દીવાલો ઉપર પેઈન્ટિંગ્સ પણ લાગેલા છે.

ભારતીય ખેલાડીઓ પોતાની ફિટેન્સ ઉપર પણ સારું ધ્યાન રાખે છે. રિષભ પણ પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે, જેના કારણે તેને પોતાના આ આલીશાન ઘરની અંદર એક નાનું જિમ પણ બનાવ્યું છે.

રિષભને ગાડીનો પણ ખુબ જ શોખ છે. તેની પાસે ખુબ જ આલીશાન મર્સીડીઝ પણ છે. જે હાલમાં તેના પાર્કિંગની શાન વધારી રહી છે. આ ઉપરાંત તેની પાસે ફોર્ડ મસ્ટેગ જીતી પણ છે જેની કિંમત 65થી 70 લાખ રૂપિયાની વચ્ચે છે.

રિષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તરાખંડના હરિદ્વારમાં થયો હતો. તેના પિતાનું નામ રાજેન્દ્ર પંત છે. 22 ઓક્ટોબર 2015ના રોજ રિષભે રણજી ટ્રોફીમાં પહેલી મેચ રમી હતી.

રિષભે પોતાના આઇપીએલની ત્રીજી મેચમાં જ ગુજરાત લાયન્સ વિરુદ્ધ માત્ર 40 બોલમાં શાનદાર 69 રન બનાવીને દિલ્હીને જીત અપાવી હતી. તે તેના કેરિયરની ફક્ત ત્રીજી જ મેચ હતી.

જાન્યુઆરી 2017માં તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધની સિરીઝમાં ભારતીય ટીમની અંદર પસંદગી કરવામાં આવી હતી. તેને 1 ફેબ્રુઆરી 2017માં બેંગ્લોરમાં રહેમાયેલી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી 20માં ભારત માટે પોતાનું પહેલું પ્રદર્શન કર્યું.

Niraj Patel