ઋષભ પંતે આવી ખતરનાક રીતે ફેરવ્યું તેનું બેટ, માંડ માંડ બચ્યો દિનેશ કાર્તિક, થઇ શકતી હતી મોટી દુર્ઘટના

આઇપીએલના સેકેંડ હાફનો રોમાન્સ જામી ચુક્યો છે, કોરોનાના કારણે પહેલા હાફમાં ઘણી જ રસાકસી જોવા મળી હતી જેના બાદ ક્રિકેટ પ્રેમીઓ બીજા હાફની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ભારત બાદ હવે યુએઈની ધરતી ઉપર સેકેંડ હાફનો આગાઝ થઇ ચુક્યો છે અને દર્શકો પણ ક્રિકેટનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આ દરમિયાન ઘણા એવા દૃશ્યો પણ સર્જાઈ રહ્યા છે જે હેરાન કરી દેનારા હોય છે.

હાલ આવી જ એક ઘટના ગઈકાલની મેચમાં ઘટી હતી.ગઈકાલે યોજાયેલી દિલ્હી કેપિટલ અને કોલકત્તા નાઈટ રાઇડરની મેચમાં એક મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. મેચ દરમિયાન ઋષભ પંતનું બેટ વિકેટકીપર દિનેશ કાર્તિકના મોઢાથી એકદમ નજીકથી પસાર થયું, જેને જોઈને દર્શકો સાથે કોમેન્ટેટરના હોશ ઉપર ઉડી ગયા હતા, આ ઘટના જોઈને ક્ષણવાર તો લોકોના રૂંવાડા પણ ઉભા થઇ ગયા હતા, પરંતુ દિનેશ કાર્તિકે ખુબ જ સ્ફૂર્તિથી પોતાની જાતને બચાવવા માટે જમીન ઉપર પડી ગયો હતો.

દિલ્હી કેપિટલના બેટિંગ સમયે 17મી ઓવરના પહેલા બોલ ઉપર ઋષભ પંતે એક ઝડપી શોટ મારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ખરાબ બાઉન્સના કારણે બોલ તેના બેટની ધાર ઉપર વાગ્યા બાદ પેડમાં અથડાઈને સ્ટેમ્પ તરફ જઈ રહ્યો હતો. પોતાને આઉટ થતો રોકવા માટે ઋષભે બેટને જોરથી ફેરવ્યું તો બીજી તરફ કાર્તિક પણ બોલ પકડવા માટે સ્ટમ્પની એક એકદમ નજીક આવી ગયો, ત્યારે જ કાર્તિકના મોઢા ઉપર જ બેટ વાગી જવાનું હતું.

પરંતુ સમય સુચકતા વાપરીને કાર્તિક જમીન ઉપર પડી ગયો અને પોતાની જાતને બચાવી લીધી હતી. ઋષભ પંતે પણ આ જોતા જ કાર્તિકની તરત માફી પણ માંગી હતી, પરંતુ ક્ષણવાર માટે તો કોમેન્ટેટર, દર્શકો અને બોલર પણ હેરાન રહી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel