ગુરુના ઉદયથી આ 4 રાશિનું ખુલશે ભાગ્ય, જાણો કોના પર વરસશે ગુરુ બૃહસ્પતિની કુપા

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહનું વિશેષ મહત્વ છે. દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન,શિક્ષક,સંતાન,મોટા ભાઈ,શિક્ષા,ધાર્મિક કાર્ય,પવિત્ર સ્થળ, ધન, દાન,પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક માનવમાં આવે છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ,વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. દેવગુરુ બૃહસ્પિત 23 માર્ચથી ઉદય થશે. તેમના ઉદય થવાથી કેટલીક રાશિના લોકોને ભારે ફાયદો થશે.

1.મિથુન રાશિ: આર્થિક લાભ થશે. મોટા કામોમાં નસીબ સાથ આપશે. આ રાશિના લોકો માટે આ સમયગાળો સોનેરી તક લઈને આવશે. પરિવારનો સાથ મળશે. નવું વાહન ખરીદવાનો યોગ બનશે. ઓફીસમાં માન સન્માન મળશે. રાજકારણમાં પણ સફળતા મળશે.

2.મેષ રાશિ: શુભ પરિણામો મળશે. ધન લાભ થશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર મળશે. નોકરી અને વ્યાપારમાં સફળતાના ઝંડા ગાળશો. લગ્ન જીવનમાં સુખ અને શાંતિ રહેશે. નવુ ઘર ખરિદવાનો યોગ બની રહ્યો છે. નવા કાર્યોમાં શરૂ કરવામાં સફળતા મળશે.

3.વૃશ્ચિક રાશિ: આ રાશિના લોકોને પૈસાની તંગી દૂર થશે. કંપનીમાં ઉચ્ચ પદ મળશે. અભ્યાસ કરી રહેલા લોકોને સફળતા મળશે. જીવનસાથી તરફથી સાથ સહકાર મળશે. ઓફિસામાં સિનિયર લોકો તરફથી સહકાર મળશે.

4.તુલા રાશિ : તુલા રાશિના લોકોને આવનારો સમય ફળદાઈ રહેશે. નોકરીમાં પ્રમોશન મળશે. વૈવાહિક જીવનમાં રહેલી કડવાસ દૂર થશે. ફસાયેલા પૈસા પરત મળશે. કાર્યસ્થળ પર તમારા કામની કદર થશે. વિદેશ જવાના યોગ બની રહ્યા છે. અધુરા કાર્યો પુરા થશે.

YC