ખબર

કોરોના વેક્સીનની 90 ટકા સફળતા બાદ ઝુમ્યું શેર બજાર, પહેલી વાર સેન્સેક્સ 43,514ને થયો પાર

ગઈ કાલે બિહાર વિધાન સભાની ચૂંટણી સહીત ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાં ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. તો બીજી તરફ અમેરિકી ફાર્મા કંપની ફાઇઝરની કોરોના વેક્સીનની ફાઇનલ ટ્રાયલમાં 90 ટકા સફળતા મળી હોય તેવી ખબરો પણ મળી રહી હતી. જેને લઈને શેરબજારમાં વિક્રમી તેજી જોવા મળી છે.ગઈ કાલે સેન્સેક્સ અને નિફટી ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા.

Image source

મંગળવારે દિવસના અંતે સેન્સેક્સ 680.22 પોઇન્ટ ઊછળીને 43277.65 અને નિફટી 170.05 પોઇન્ટ વધીને 12631.10ની ઐતિહાસિક ઊંચી સપાટીએ મજબૂત રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં વધુ રૂા. 62,000 કરોડનો વધારો થતા અંતે તે રૂા. 166.29 લાખ કરોડ સંપત્તિ થઇ હતી. આજે બુધવારના દિવસે 12,680.60એ ખુલ્યો હતો. તો સેન્સેક્સ 43,444.06 ઐતહાસિક સપાટીએ ખુલ્યો હતો.

Image source

જણાવી દઈએ કે, બોમ્બે  સ્ટોક એક્સચેન્જે પહેલી વાર 43000નો આંકડો પાર કર્યો છે. તો નિફટી પણ નવી ઊંચાઈએ જોવા મળી હતી.