થોડા જ સમયમાં IPLનો માહોલ પણ જામવાનો છે ત્યારે એ પહેલા જ ચેન્નાઇ ખાતે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)નું મીની ઓક્શન શરૂ થયું જેની અંદર ગુજરાતના 5 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા.
આઈપીએલની નિલામીમાં ખરીદવામાં આવેલા ગુજરાતના પાંચ ખેલાડીઓમાં 1. ચેતન સાકરિયા, રાજસ્થાન રોયલ્સ, 2 ચેતેશ્વર પૂજારા, ચેન્નઈ સુપર કિંગ્સ, 3. રીપલ પટેલ, દિલ્હી કેપિટલ્સ, 4. લુકમાન મેરીવાલા, દિલ્હી કેપિટલ્સ અને 5. શેલ્ડન જેક્શન, કલકત્તા નાઈટ રાઈડર્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે.
આ પાંચ ખેલાડીઓમાં નડિયાદના રીપલ પટેલનો પણ સમાવેશ થાય છે. રીપલ ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે, તેના પિતા ડ્રાઈવિંગ કરી અને ગુજરાન ચલાવે છે તો તેની માતા ગૃહિણી છે. ત્યારે રીપલની આઇપીએલમાં પસંદગી થતા જ પરિવારમાં પણ ખુશી વ્યાપી ગઈ છે.
નડિયાદમાં પીપલગ રોડ ઉપર રહેતા રીપલ પટેલને દિલ્હી કેપિટલ દ્વારા તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદવામાં આવ્યો છે. આ વાતથી તેના પિતા વિનુભાઈ પટેલ અને તેની માતા રંજનબેન પટેલમાં ખુશીની લહેર છે.
રીપલે પાંચેક વર્ષ પહેલા જ ખેડા ક્રિકેટ એસો. તરફથી જિલ્લાની ટીમમાં રમવાનું શરૂ કર્યું હતું. જેમાંથી 2018માં ડી.વાય. પાટીલ ટી20માં ઓલ ઇન્ડિયા લેવલની ટૂર્નામેન્ટમાં પણ તેનું સિલેકશન થયું હતું.
તાજેતરમાં રમાયેલી સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં રીપલનું નામ તેની આક્રમક બેટિંગના કારણે ખૂબ ચર્ચામાં રહ્યું હતું. રીપલે છત્તીસગઠ સામે એક જ ઓવરમાં 30 રન ફટકાર્યા હતા. આ મેચના કારણે રીપલ છવાઈ ગયો હતો.
View this post on Instagram