બોલીવુડમાં ફરી છવાયો શોકનો માહોલ, શાહરુખ ખાન અને બીજા ઘણા દિગ્ગજો સાથે સ્ક્રીન શેર કરનારા આ ખ્યાતનામ અભિનેતાનું થયું નિધન

ચક દે ઇન્ડિયા અને મર્દાની જેવી ફિલ્મોના અભિનેતા રિયો કાપડિયાનું નિધન, કેન્સરથી હતા પીડિત

Rio Kapadia Passed Away : મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો આવવાનો સીલસીલો યથાવત છે. ત્યારે હાલ એક એવી જ ખબરે ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ પ્રસરાવી દીધો છે. હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા રિયો કાપડિયાનું નિધન થયું છે. અભિનેતાએ 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રિયોનું ગત રોજ બપોરે 12.30 વાગ્યે નિધન થયું હતું. રિયોએ બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું હતું. રિયોએ ‘દિલ ચાહતા હૈ’, ‘ચક દે ઈન્ડિયા’ અને ‘હેપ્પી ન્યૂ યર’ જેવી ઘણી ફિલ્મોમાં સશક્ત ભૂમિકાઓ ભજવી છે.

ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ :

અભિનેતાના નિધનના સમાચાર બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. રિયો કાપડિયાના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે મુંબઈના ગોરેગાંવમાં કરવામાં આવશે. આ સમયે રિયોના પરિવારમાં શોકનું વાતાવરણ છે. પરિવારે રિયોના અંતિમ સંસ્કારની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેતાના સમાચાર સામે આવ્યા બાદ મનોરંજન જગતના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. પરિવારની વાત કરીએ તો, રિયોમાં તેની પત્ની મારિયા ફરાહ અને બે બાળકો અમન અને વીર છે.

ફિટનેસ ફિક્ર હતો :
રિયો કાપડિયા શાહરૂખ ખાનની ‘ચક દે ઈન્ડિયા’, ‘હેપ્પી ન્યૂ યર’ અને ‘દિલ ચાહતા હૈ’ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તે છેલ્લે પ્રાઇમ વિડિયોની તાજેતરની વેબ સિરીઝ ‘મેડ ઇન હેવન 2’ માં જોવા મળ્યા હતા. રિયો ખૂબ જ ફિટનેસ ફ્રીક વ્યક્તિ હતો. પોતાના ડાયટની સાથે તેણે પોતાના શરીર પર પણ ઘણું ધ્યાન આપ્યું હતું. અભિનેતાને મુસાફરીનો પણ ખૂબ શોખ હતો. તે અવારનવાર પરિવાર સાથે વેકેશન પર જતો હતો.

આવું રહ્યું કેરિયર :

રિયો ઈન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ નહોતો. રિયો સ્પોર્ટ્સમાં સક્રિય હતો. તેમને સ્કેચિંગનો ખૂબ જ શોખ હતો. પરંતુ જો આપણે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક નજર કરીએ તો, રિયો પાસે ન તો કોઈ ખાસ ફેન ફોલોઇંગ છે અને ન તો ઘણી પોસ્ટ. રિયો છેલ્લે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘મેડ ઇન હેવન 2’માં જોવા મળ્યો હતો. અગાઉ વર્ષ 2021માં રિયોએ ‘ધ બિગ બુલ’માં અભિષેક બચ્ચન સાથે કામ કર્યું હતું. આ સિવાય તે ટીવીની દુનિયામાં પણ ખૂબ એક્ટિવ હતો. તેણે સ્ટાર પ્લસની લોકપ્રિય ઐતિહાસિક સિરિયલ ‘મહાભારત’માં પાંડુની ભૂમિકા ભજવી હતી. જે વર્ષ 2013માં આવી હતી. આ સિવાય તેને ‘સપને સુહાને લડકપન કે’ થી પણ ઘણી ઓળખ મળી છે.

Niraj Patel