અક્ષય કુમારની સાળી અને ટ્વીન્કલ ખન્નાની નાની બહેન રિંકી ખન્ના 43 વર્ષની થઇ ચુકી છે. 27 જુલાઈ, 1977 ના રોજ મુંબઈમાં જન્મેલી રિંકી ખન્નાએ પણ બહેન ટ્વીન્કલ ખન્નાની જેમ બોલીવુડમાં એન્ટ્રી તો લીધી પણ કઈ ખાસ સફળતા મેળવી ન શકી. એવામાં રિંકી ખન્નાના જન્મદિવસના મૌકા પર આજે અમે તમને રિંકીના જીવન વિશેની અમુક ખાસ વાતો જણાવીશું.

રિંકીએ જ્યારે બોલીવુડમાં એન્ટ્રી લીધી ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષની જ હતી. રિંકીની બૉલીવુડ કારકિર્દી ખુબ જ ટૂંકી રહી હતી. રિંકીએ ચાર વર્ષની કારકિર્દીમાં લગભગ 9 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું.જો કે ફિલ્મોમા સફળતા ન મળવાને લીધે રિંકીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

રિંકી છેલ્લી વાર ફિલ્મ ‘ચમેલી’ માં જોવા મળી હતી. જેના પછી તેણે ફેબ્રુઆરી 2003 માં બીઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કરી લીધા.

લગ્ન પછી રિંકી લંડનનમા સ્થાઈ થઇ ગઈ હતી અને દોઢ વર્ષ પછી વર્ષ 2004 માં પહેલી વાર માં બની અને દીકરી આનોમિકાને જન્મ પાયો, જેના પછી વર્ષ 2013 માં રિંકીએ એક દીકરાને જન્મ આપ્યો હતો.

રિંકીએ વર્ષ 1999 માં ફિલ્મ પ્યાર મૈં કભી કભી દ્વારા એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુ માટે જી સીને એવોર્ડ પણ મળ્યો હતો. જેના પછી તે ગોવિંદા અને સોનાલી બેન્દ્રેની ફિલ્મ જિસ દેશ મૈં ગંગા રહેતા હે માં સ્પોર્ટિંગ રોલમાં જોવ મળી હતી.

જેના પછી રિંકીએ મુજે કુછ કેહના હૈ માં પણ સપોર્ટિંગ રોલ સ્વરૂપે કામ કર્યું હતું. વર્ષ 2003 માં તેણે છેલ્લી વાર ફિલ્મ ચમેલી માં કામ કર્યું હતું. રિંકીએ ફિલ્મોથી તો દુરી બનાવી લીધી પણ લાઇમલાઈટથી પણ દૂર ચાલી ગઈ.

ફિલ્મોમાં આવતા પહેલા રિંકીનું નામ રિંકલ ખન્ના હતું. તેના માતા પિતાએ બંન્ને દીકરીઓના નામ રિંકલ અને ટ્વીન્કલ ખન્ના રાખ્યા હતા. ફિલ્મોમાં આવ્યા પછી રિંકલે પોતાનું સ્ક્રીન નામ રિંકી ખન્ના રાખ્યું હતું.

આગળના વર્ષે રિંકી ખન્ના પોતાની દીકરી આનોમિકા સરન, માં ડિમ્પલ કપાડિયા અને બહેન ટ્વીન્કલ ખન્ના સાથે જોવા મળી હતી. રિંકીની દીકરી હાલ 16 વર્ષની થઇ ચુકી છે અને દીકરો સાત વર્ષનો થયો છે.

રિંકીએ પોતાની કારકિર્દીમાં પ્યાર મૈં કભી કભી, જિસ દેશ મૈં ગંગા રહેતા હૈં, મુજે કુછ કેહના હૈં, મજનુ, યે હૈ જલવા, પ્રાણ જાએ પર વચન ન જાએ, ઝંકાર બિટ્સ અને ચમેલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

માસી ટ્વીન્કલ ખન્ના અને નાની ડિમ્પલ કપાડિયા સાથે રિંકીની દીકરી આનોમીકા સરન.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.