રસોઈ

કાઠીયાવાડી ફેમસ ઓળાની રેસિપી નોંધી લો, ને બનાવવાનું ભૂલતા નહી…..

મિત્રો  શિયાળો આવી   ગયો   છે. અને  શિયાળા માં  ભૂખ  પણ   વધુ   લાગે  છે.  શિયાળા માં  અવનવાં   શાકભાજી   પણ   મળે છે. તો આજે   હું    શેર  કરવા  જઇ   રહી   છું.  કાઠીયાવાડી    ફેમસ  ઓળો   ની    રેસિપી. 

સામગ્રી 

 • મોટા  રીંગણા –  ૨૫૦  ગ્રામ
 • તેલ – ૨  ટી   સ્પૂન
 • મીઠો  લીમડો –  વઘાર માટે
 • લાલ મરચાં  સૂકા – ૩  નંગ
 • રાઈ –   વઘાર માટે  જરુર  મુજબ
 • જીરુ –  વઘાર માટે  જરુર  મુજબ
 • હળદર –  સ્વાદાનુસાર
 • મીઠું –  સ્વાદાનુસાર
 • મરચું – સ્વાદાનુસાર
 • હળદર – સ્વાદાનુસાર
 • ધાણાજીરુ – સ્વાદાનુસાર
 • ગરમ મસાલો – સ્વાદાનુસાર
 • આદુ મરચાં લસણ ની   પેસ્ટ – સ્વાદાનુસાર
 • ડુંગળી ખમણેલી –  ૧ નંગ


રીત :

સૌ    પ્રથમ    મોટા ઓળા  નાં   રીંગણા   લો. આ    રીંગણા   બજાર   માં   મળી   જશે    તમને  અને   સામાન્ય  રીંગણા   કરતાં   મોટા   હશે    સાઈઝ   માં.

તેને  પાછળ  થી   કે  ચીપીયા   થી   પકડી   સીધા   જ    ગેસ  પર   શેકી   લો.  તવા  નો ઉપયોગ   વગર  શેકવા.  અને    શેકતા  પહેલાં એનાં   પર   તેલ   લગાવી   દેવું   થોડું.

તે એકદમ   શેકાઈ   જાય  એટલે    તેનાં   પરથી    છાલ ઉતારી  લો. અને   તેને   મેશ   કરી  દો.

હવે    ગેસ   પર   કડાઇ માં તેલ   મૂકો.  તેમાં    રાઈ,  જીરુ,  લાલ આખા  મરચાં, આદુ મરચાં લસણ ની   પેસ્ટ,  લીમડા  નો   વઘાર   કરો.

તેમાં  ખમણેલી   ડુંગળી ઉમેરો   અને   પછી   તેમાં   મેશ    કરેલા    રીંગણા ઉમેરો.

ત્યારબાદ    તેમાં    હળદર, મીઠું ,   ધાણાજીરુ,  મરચુ,  ગરમ  મસાલો, ઉમેરો.  તેને   થોડી   વાર   ગેસ  પર  થવા  દો.

તો    તૈયાર   છે    કાઠીયાવાડી  ઓળો    જેને    તમે    બાજરી  નાં    રોટલા   સાથે    સર્વ    કરી   શકો   છો.

રસોઈ સંકલન – બંસરી   પંડ્યા ” અનામિકા ”

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ