સગાઇમાં વર કન્યાની નહિ પરંતુ રિંગની થઇ જોરદાર એન્ટ્રી, જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો
દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, ત્યારે કપલ આ લગ્નને વધુ ખાસ બનાવવા માટે ખાસ આયોજનો કરતા હોય છે. જે ચર્ચાનો વિષય પણ બનતા હોય છે. ત્યારે હાલ એવી એક સગાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં સગાઈની રિંગે સૌને ચોંકાવી દીધા હતા.
તમે ઘણા લગ્નમાં ભવ્ય એન્ટ્રી જોઈ હશે, જેમાં કન્યા બાઈક પર કે બુલેટમાં બેસીને એન્ટ્રી કરતી હોય છે, તો ઘણીવાર વરરાજા પણ શાનદાર અંદાજમાં લગ્ન મંડપમાં પ્રવેશતા હોય છે. તો ઘણીવાર વર કન્યા એકબીજાને સરપ્રાઈઝ આપવા માટે એવા આયોજનો કરે છે ત્યારે આ કપલે પણ પોતાની સગાઈમાં એવું જ એક ખાસ આયોજન કર્યું.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો સગાઈનો છે, જેમાં કપલની જગ્યાએ રિંગે જબરદસ્ત એન્ટ્રી કરી હતી. આ વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે રિમોટ કંટ્રોલ બોક્સ પર એક મોટી રિંગ મૂકવામાં આવી છે, જે સ્ટેજ તરફ આગળ વધી રહી છે. વીંટી કવર સાથે ફીટ કરવામાં આવી છે, જેની અંદર બે લગ્નની વીંટી છે. જેમ જેમ બૉક્સ સ્ટેજ પર પહોંચે છે, વર અને કન્યા તેમની વીંટી ઉપાડે છે.
View this post on Instagram
આ વીડિયોને સેલેબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેના બાદ તે ખુબ જ વાયરલ પણ થયો હતો. આ વાયરલ વીડિયો પર હવે લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ આમ કરવાને ખુબ જ પસંદ કરી રહ્યું છે તો કોઈ તેને પૈસાનો ખોટો બગાડ પણ કહી રહ્યા છે.