મનોરંજન

‘ધૂમ’ ફિલ્મની હિરોઈને એક એવો કાંડ કર્યો કે ફિલ્મી કેરિયરની ફરી ગઈ પથારી, લાખોના દિલોમાં રાજ કરતી એક સમયે

એક કાંડમાં કરિયરની પથારી ફરી ગઈ! જાણો ધૂમ ફિલ્મની પ્રચલિત હિરોઈન વિશે

હંગામા, બગબાન અને ધૂમ જેવી હિટ ફિલ્મમાં ભૂમિકાઓ ભજવનારી અભિનેત્રી રિમી સેન અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. તે છેલ્લે ટીવી રિયાલિટી શો બિગ બોસ 9માં જોવા મળી હતી.

Image Source

રિમીનું અસલી નામ શુભોમિત્રા સેન છે પરંતુ તેણે ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે પોતાનું નામ બદલ્યું છે. રિમીનો જન્મ 21 સપ્ટેમ્બર 1981માં કોલકાતામાં થયો હતો. રિમી નાનપણથી જ એક અભિનેત્રી બનવા માંગતી હતી. તેથી તેણે બાળપણમાં બંગાળી ફિલ્મ દામુમાં કામ કર્યું હતું.

રિમી સેન બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માંગતી હતી, તેથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તેને મુંબઈનું વાટ પકડી. રિમી સેન એક સુંદર ભવિષ્ય અને એક મોટી હિરોઇન બનવાનું સ્વપ્ન લઈને મુંબઇ આવી હતી. તેણે અહીં મોડેલિંગ શરૂ કરી.

રિમી સેનને કોકાકોલાની એડમાં કામ કરવાની તક મળી જેમાં તેમનું ભાગ્ય એટલું સારું હતું કે તેને આમિર ખાન જેવા મોટા સ્ટાર સાથે એડ કરવાની તક મળી અને તે પછી રિમી સેને ઘણી પ્રાદેશિક ફિલ્મો કરી. જાહેરાત એડ્સ અને મોડેલિંગમાં કામ કરીને રિમીએ ઘણી પ્રસિદ્ધિ મેળવી.

Image Source

પરંતુ બોલિવૂડમાં તેની એન્ટ્રી કોમેડી ફિલ્મ હંગામાથી થઇ. આ ફિલ્મ હિટ સાબિત થઈ. ફિલ્મ હંગામામાં મુખ્ય હીરોઈનની ભૂમિકા મળી અને આ ફિલ્મ કોમેડીથી ભરપૂર હતી અને આ ફિલ્મે દર્શકોનું દિલ પણ જીતી લીધું હતું અને રિમી સેન આ ફિલ્મ પછીથી લોકોની નજરે પડી હતી.

જે પછી રિમીને ફિલ્મફેરની બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસ માટે નોમિનેટ કરવામાં આવી હતી. રિમીના સપના અહીંથી સાકાર થવા લાગ્યા. આ ફિલ્મમાં રિમીને પરેશ રાવલ, અક્ષય ખન્ના અને આફતાબ શિવદાસાની સાથે કામ કરવા મળ્યું અને આ ફિલ્મ હિટ સાબિત થઇ હતી.

રિમીનું નસીબ એ સમયે જોર કરતુ હતું એટલે તેને આ ફિલ્મ પછી તરત જ તેમને બોલિવૂડના સૌથી મોટા અભિનેતા સાથે ફિલ્મ બાગબાનમાં સ્ક્રીન શેર કરવાનો મોકો મળ્યો. અને આ પછી તેને ફિલ્મોની મોટી-મોટી ઓફર આવવા માંડી. તેણે હિન્દી ફિલ્મોની સાથે બંગાળી અને તેલુગુ ફિલ્મો પણ કરવી શરૂ કરી હતી.

આજે બોલિવૂડમાંથી લગભગ ભુલાઈ ચુકેલી આ અભિનેત્રીનો એક સમય હતો કે જયારે તે સફળતાની સિદ્ધિઓ સર કરતી જતી હતી. તેને સારી ફિલ્મો મળવા લાગી હતી. તેની સામે બિગ બજેટ ફિલ્મોની લાઈન લાગી ગઈ હતી. તેને ધૂમ, ગરમ મસાલા અને સલમાન ખાન સાથે ક્યોંકિ જેવી ફિલ્મમાં પણ કામ કર્યું.

આ પછી દીવાને હુએ પાગલ, ફિર હેરાફેરી, ગોલમાલ જેવી ફિલ્મો પણ કરી. રિમી સેનને તેના કરિયરની સૌથી મોટી ફિલ્મ મળી, રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલમાં લીડ અભિનેત્રીનો રોલ મળ્યો અને આ ફિલ્મે તેની કારકિર્દીને ચાર ચાંદ લગાવી દીધા. આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ રહી પણ આ ફિલ્મ પછી રિમી સેનની કારકિર્દીનો ખરાબ સમય શરુ થયો.

ફિલ્મ ગોલમાલના પ્રમોશન દરમ્યાન રિમી સેને એવું નિવેદન આપ્યું કે એની કારકિર્દી ખતમ થઇ ગઈ. ગોલમાલ ફિલ્મના પ્રમોશન દરમ્યાન જયારે રીપોર્ટર્સે તેમને કેટલાક સવાલ પૂછયા હતા, તો એને કહ્યું કે આ ફિલ્મમાં 4 હીરો છે અને હું એક માત્ર હિરોઈન છું અને રોહિત શેટ્ટી એક ખૂબ જ સારા ડિરેક્ટર છે અને તેઓ એક બ્લેક આફ્રિકન છોકરીને પણ પડદા પર સુંદર દેખાડી શકે છે.

પછી શું હતું, રિમી સેનના આ નિવેદનથી ઘણા હ્યુમન રાઇટ્સ ગ્રુપ ભડકી ગયા અને તેમને રિમી વિરુદ્ધ મોરચો ખોલી દીધો અને આ કોન્ટ્રોવર્સી ઘણી લાંબી ચાલી જેના કારણે રિમી સેનની કારકિર્દી પર અસર પડવા લાગી અને તેમની સાથે કોઈ પણ કામ કરવામાં ખચકાવા લાગ્યા.

આ કોન્ટ્રોવર્સી બાદ રિમીને ફિલ્મો તો મળી પણ એ બિગ બજેટ ન હતી અને જે ફિલ્મો કરી એ કશું ખાસ કરી ન શકી અને ધીરે-ધીરે રિમીને ફિલ્મો મળતી બંધ થઇ ગઈ. તેને પહેલીવાર નિર્માતા તરીકે ફિલ્મ બુધિયા સિંહમાં હાથ અજમાવ્યો, પરંતુ આ વખતે તેમના નસીબે સાથ ન આપ્યો અને થોડા સમય બાદ તે આ ફિલ્મોની દુનિયાથી દૂર ચાલી ગઈ અને ધીરે-ધીરે બોલિવૂડથી ગાયબ થઇ ગઈ અને લોકો તેને ભૂલી ગયા.

રિમી સેન છેલ્લી વાર 2015માં બિગબોસ 9થી એકવાર ફરી ચર્ચામા આવી આ શો દરમ્યાન શોના હોસ્ટ સલમાન ખાને તેનું ઘણું મજાક બનાવ્યું હતું. બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેતા જ રિમી પાછી જવાની જીદ કરવા લાગી હતી.

માત્ર 50 દિવસોમાં જ તે ઘરમાંથી બેદખલ થઇ ગઈ અને એ પછી અત્યાર સુધી રિમી જોવા નથી મળી. આનો અર્થ એ છે કે લોકો તેને ભૂલી ચુક્યા છે અને તેને કામ મળવું બંધ થઇ ચૂક્યું છે.