ખબર

52 વર્ષના રિક્ષાવાળા ભાઈએ 100-200 નહીં પણ 3,000 યુવતીને પટાવી અને ફસાવી પ્રેમજાળમાં, જાણો કેવી રીતે

આજે યુવકો યુવતીને તેની માયાજાળમાં ફસાવવા માટે અવનવા તરકીબો અજમાવતા હોય છે. પરંતુ એક રિક્ષાવાળાએ જે કર્યું તે ખરેખર આશ્વર્યચકિત છે. એક યુવકે IPSના નામનું ફેસબુકમાં આઈડી બનાવીને 3 હજાર જેટલી છોકરીઓ સાથે મિત્રતા કરીને અનેક યુવતીઓને તેની માયાજાળમાં ફસાવી છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના બરેલીનો રહેવાસી અને રીક્ષા ચલાવીને ગુજરાન કરનાર જાવેદે ફેસબુક પર પોતાને આઇપીએસ અધિકારી નૂરલ હસન ગણાવીને આશરે 3 હજાર છોકરીઓ સાથે મિત્રતા કરી પ્રેમજાળ ફસાવી હતી. ફેસબુક પર જાવેદે એકાઉન્ટ બનાવીને ટૂંક સમયમાં હજારો મિત્રો બનાવી લીધા હતા. આ પૈકી સૌથી વધુ છોકરીઓ હતી.

Image Source

પોલીસે ધરપકડ કરતા આ મામલો સામે આવ્યો હતો. 52 વર્ષના આ ઢાંઢાએ છોકરીઓને શંકા ના જાય તે માટે થોડું-થોડું અંગ્રેજી પણ શીખી લીધું હતું. યુવતીઓ સાથે દોસ્તી કરી લગ્નની લાલચ આપીને તસ્વીર મંગાવતો હતો. પોલીસે જયારે જાવેદનો ફોન ચેક કર્યો ત્યારે તેને 16 છોકરીઓ સાથે ચેટ કર્યાની વિગતો સામે આવી હતી.

જેમાં અશ્લીલ અને તસ્વીર હતી. યુવતીઓને કોઈને શંકા ના જાય તે માટે તે કયારે પણ વિડીયો કોલ રિસીવ કરતો ના હતો. જાવેદ હાઈસ્કૂલમાં પણ નાપાસ હતો પરંતુ કોઈને શંકાના પડે તે માટે થોડું ઈંગ્લીશ શીખી લીધું હતું. યુવતીઓ પણ તેના પ્રેમમાં પાગલ થઇ ગઈ હતી.

Image Source

જણાવી દઈએ કે, જાવેદની પત્ની પણ પોતાના પતિની આ હરકતથી કંટાળી પાંચ મોબાઇલ ફોન તોડી ચૂકી હતી. જાવેદની પત્નીએ ફોનમાં તસ્વીર જોઈ જતા તેની પત્ની પરેશાન હતી. જાવેદે ચેટ કરવા માટે નોકરી-ધંધો પણ છોડી દીધો હતો. પોલીસ બની બેઠેલા આઇપીએસ અધિકારી કમ રિક્ષાવાળા જાવેદની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધો છે.