ખબર

ગર્ભવતી સ્ત્રીને મદદે આવ્યો રિક્ષાવાળો, પછી જે થયું જાણીને તમે નિષ્ઠુર માતા પર ફિટકાર થશે

આજકાલ આપણે જલ્દી કોઈ ઉપર ભરોસો કરી શકતા નથી. ત્યારે એક રિક્ષાવાળાએ માણસાઈ હજુ જીવિત છે. તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રિક્ષાવાળા પર લોકો ગર્વની લાગણી મહેસુસ કરે છે. ત્યારે બીજી તરફ લોકોએ જનેતા પર ફિટકાર વરસાવે છે.

Image Source

બેંગલોરન રીક્ષાવાળાએ એક પ્રેગનનેટ મહિલા દર્દથી પીડાઈ રહી હતી. તેને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ ખસેડી હતી. ત્યાં તેને ફૂલ જેવી બાળકીને જન્મ આપ્યો હતો. અને ત્યારબાદ તે હોસ્પિટલમાંથી ફરાર થઇ ગઈ હતી. ત્યારે રિક્ષાવાળાએ ફૂલ કેવી બાળકીને ઘરે લઇ આવ્યો હતો.

Image Source

બેગ્લોરમાં બાબુ મૂદપર્પા રિક્ષામાં ફેરા કરવા માટે વ્હાઇટ ફિલ્ડ રોડ પર જઈ રહ્યો હતો. દરમિયાન તેને રોડ પર એક પ્રસુતિની પીડાથી કણસતી એક મહિલાને જોઈ હતી. તે મહિલાને તુરંત જ બેંગ્લોરના સી વી રમન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાબુ આ મહિલા વિષે કંઈ પણ જાણતો ના હતો. તેથી તે મહિલાનો માહિતી પોતાના નામથી ભરિ હતી. મહિલાએ બીજા દિવસે એક પ્રિમેચ્ચોર બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકી નબળી હોય ડોક્ટરોએ બીજી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવ્યું હતું. પરંતુ તે સમય દરમિયાન જ મહિલા હોસ્પિટલમાંથી ફરાર થઇ ગઈ હતી. જે મહિલા તેની બાળકીને મૂકીને ફરાર થઇ ગઈ હતી તે મહિલા વિષે બાબુ કંઈ જ જાણતો ના હતો. તેને ફક્ત તેનું નામ જ ખબર હતું. નંદિતા. જે નામ તેને હોસ્પિટલમાં લખાવ્યું હતું.

Image Source

બાળકીની સ્થિતિ બહુજ નાજુક હોય તેને અન્ય હોસ્પિટલમાં ખસેડી સારવાર કરાવી હતી. ત્યારબાદ તે બાળકીને દતકે લેવાનો નિર્ણય લીધો હતો. બાબુ પહેલાથી જ પરિણીત હતો અને સંતાન તેને 2 બાળકો હતા. પરંતુ એક અનાથ બાળકીને દતક લઇ સમાજને એક રાહ ચીંધ્યો હતો. બાળકીને જન્મથી લઈને જે કઈ પણ ઈલાજ કરાવ્યો તેનો બધો ખર્ચ બાબુએ આપ્યો હતો. પરંતુ એ બાળકી 18 વર્ષની થતા આ દુનિયા છોડીને જતી રહી હતી. બાબુએ એ બાબતની સ્પષ્ટપણે ના પડી હતી કે બાળકી પાછળ કેટલો ખર્ચ કર્યો હતો અને તેનો હિસાબ પણ તેને ક્યારે પણ રાખ્યો ના હતો. કોઈ પણ લોકો ખર્ચા બાબતે વાત કરે તો તે તે કહી દેતો હતો કે, મેં વિષે ક્યારે પણ વિચાર્યું પણ નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.