દાંત આપણા શરીરનો અને વ્યક્તિત્વનો એક મહત્વનો ભાગ છે. શરીરના બીજા ભાગોની જેમ જ દાંતોની સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે. એટલે આપણે રોજ સવારે ઉઠીને બ્રશ પણ કરીએ છીએ, પણ આપણે બધા જ નાનપણથી જ એક જ રીતે બ્રશ કરતા આવ્યા છીએ. એટલે આપણામાંના મોટેભાગના લોકોને એ નથી ખબર કે બ્રશ કરવાની સાચી રીત શું છે અને ખોટી રીતે બ્રશ કરીએ છીએ જેનાથી આપણને વધુ ફાયદો નથી થતો. ખોટી રીતે બ્રશ કરવાથી દાંત સંપૂર્ણ રીતે સાફ પણ નથી થતા અને આપણે ઘણા પ્રકારના દાંતોના રોગોનો સામનો કરવો પડે છે.

જો કે સવારના ઉઠતાની સાથે જ સૌથી પહેલા બ્રશ જ હાથમાં લેવાનું હોય છે. દાંતને સારી રીતે સાફ કરવા માટે ઘસીને ઘસીને બ્રશ કરવું ઉચિત નથી. બ્રશ કરવા માટેના સાચા નિયમને ફોલો કરવા પણ જરૂરી છે.
તો જાણો તમારી બ્રશ કરવાની રીત સાચી છે કે ખોટી.

હંમેશા સારી ક્વોલેટીના બ્રશનો ઉપયોગ કરો. પોતાના દાંતને સાફ કરવા માટે જો તમે સસ્તું બ્રશ લો છો તો ધ્યાન રાખો કે તે સારું પણ હોવું જોઈએ. સોફ્ટ અને નરમ બ્રશનો જ ઉપયોગ કરો.
બ્રશ કરવાના સમયે તેના પર વધુ દબાણ ન આપો. ભોજન બાદ તરત જ બ્રશ ન કરો. બ્રશ કરવાના તરત જ પછી કઈ પણ ન ખાઓ.

બ્રશ કરવાના સમયે ઉતાવળ ન કરો. દાંત સાફ કરનારા ધાગાનો ઉપયોગ કરવાનું ન ભૂલો. તમારા પેઢા પર પણ ધ્યાન આપો. સાથે જ ધ્યાન રાખો કે જે બ્રશ તમે યુઝ કરી રહ્યા છો તે એકદમ સાફ હોય.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks