આંખો ઉપર કાળા ચશ્મા લગાવીને આ ભાઈએ ચલાવી એવી રીતે બાઈક કે વીડિયો જોતાની સાથે જ યુઝર્સ ઉછળી પડ્યા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં અલગ અલગ વિષયોને લઈને રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર ઘણી એવી હેરાન કરી દેનારી ઘટનાઓ પણ સામે આવતી રહે છે. તો ઘણા લોકો સોશિયલ મીડિયામાં પોતાના સ્ટન્ટ વીડિયો પોસ્ટ કરતા હોય છે અને આવા હેરતઅંગેજ સ્ટન્ટ જોઈને લોકો પણ ચોંકી ઉઠતા હોય છે, ત્યારે હાલ એવા જ એક બાઈક ચાલકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિએ એવું પરાક્રમ કરી બતાવ્યું કે તમારા પણ હોંશ ઉડી જશે. વીડિયો જોઈને ઘણા લોકો હસી-હસીને લોટપોટ થઇ રહ્યા છે. તમે ઘણા લોકોને બાઇક ચલાવતા જોયા હશે. પરંતુ ચોક્કસ તમે ક્યારેય કોઈને આ રીતે બાઇક ચલાવતા નહિ જોયો હોય. આ ભાઈની વિચિત્ર સ્ટાઈલ જોઈને તમે પણ ચોંકી જશો.

વીડિયોમાં બાઈક ચલાવનાર વ્યક્તિ કાળા ચશ્મા પહેરીને જોરદાર સ્વેગ સાથે બાઈક ચલાવી રહ્યો છે. તે એક જ જગ્યાએ બેઠો છે અને બાઈક ગોળ ગોળ ફરે છે. માત્ર થોડી સેકન્ડના આ ટ્રેન્ડિંગ વીડિયોએ લોકોને ખુબ હસાવ્યા હતા. કેટલાક લોકો આ સ્ટંટના વખાણ કરતા જોવા મળ્યા તો કેટલાક લોકોએ તે વ્યક્તિની મજાક પણ ઉડાવી.

 

View this post on Instagram

 

A post shared by Vinay Sharma (@vinay_sharma9871)

ગમે તે હોય, વીડિયોએ યુઝર્સને ખૂબ એન્ટરટેઈન કર્યું છે. આ વીડિયોને 16.8 મિલિયનથી વધુ લોકોએ જોયો છે. વીડિયોને લાખો લોકોએ પસંદ કર્યો છે, જ્યારે હજારો લોકોએ કમેન્ટ પણ કરી છે. એટલું જ નહીં, ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.

Niraj Patel