Video: આ વીડિયો જોયા બાદ તમે પણ કહેશો કર્મનું ફળ ભોગવવું જ પડે છે

આપણે ગુજરાતીમાં કહેવત છે કે જેવું કરો તેવું ભરો. અર્થાત જેવા કર્મ કર્યા હશે તેવું પરિણામ ભોગવવું પડશે. આવી જ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. એતો આપણે જાણીએ જ છીએ કે જ્યારે કોઈ પણ જાનવરને ગુસ્સો આવે છે ત્યારે તે કોઈના કહ્યામાં રહેતું નથી. જો તેને જીવનું જોખમ લાગે કે પછી કોઈ તેના પર અત્યાચાર કરે તો તે તેનો ગુસ્સો બતાવે છે.

હકિકતમાં એક સામે આવેલા વીડિયોમાં એક ગાડી દેખાય છે અને ગાડી એક પાડો ખેચી રહ્યો છે, જ્યારે તેનો માલિક આ ગાડીને ઝડપથી ચલાવવા માટે પાડાને જોર જોરથી ચાબુક મારે છે. ત્યાર બાદ આ પાડાને ગુસ્સો આવે છે અને પછી જે બદલો લે છે તે જોવા લાયક છે.

આ વીડિયોને ભારતીય વન સેના અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે 1200થી વધુ લાઈક અને 200થી વધુ રિટ્વીટ પણ આ વીડિયોને મળી ચૂકી છે. આ વીડિયોને શેર કરતી વખતે સુશાંત નંદાએ લખ્યું, કર્મ(છેલ્લે સુધી જુઓ). આ વીડિયોમાં તમને જોવા મળશે કે એક ગાડીમાં પાડાને જોતરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેની નજીક બીજી એક ગાડી રોડ પર જઈ રહી છે તેમા પણ પાડાને જોતરવામાં આવ્યો છે. તે પણ તેની ગાડીને ધીમે ધીમે ખેંચીને લઈ જઈ રહ્યો છે.

પરંતુ એક ગાડી સવાર બીજી ગાડીથી આગળ જવા માટે પોતાના પાડાને જોર જોરથી મારવા લાગે છે. આ ગાડીમાં અન્યો લોકો પર બેઠલા હોય છે. આ બધા લોકો ગાડી ઝડપથી ચલાવવા માટે જોર જોરથી બુમો પાડવા લાગે છે, તો બીજી તરફ ગાડી ચલાવતો વ્યક્તિ પાડાને એક પછી એક ચાબુક મારવા લાગે છે, ત્યારે જ પાડાને ગુસ્સો આવે છે અને પછી તે ગાડીને લઈને ઝડપથી ભાગવા લાગે છે. જેથી ગાડીમાં બેઠેલા તમામા લોકો ખુશ થઈ જાય છે પરંતુ તેમને અંદાજ નહોતો કે તેમની આ ખુશી માત્ર થોડી સેકન્ડ પુરતી જ છે.

આ દરમિયાન સડકની વચ્ચો વચ્ચ ડિવાઈડર પર એક કટ આવે છે અને પાડો તેને જોઈને ગાડીને વધુ સ્પિડથી દોડાવતા તે ડિવાઈડર પર ગાડી સહિત ચડી જાય છે. જેવી ગાડી ડિવાઈડર પર ચડે છે તે પલટી જાય છે અને તેમા સવાર બધા લોકો દડાની જેમ આમ તેમ જમીન પર આરોટવા લાગે છે. આ દરમિયાન પાડો ગાડીમાંથી નિકળીને ભાગી જાય છે. આમ આ લોકોને પાડાને મારવાનું ફળ મળી જાય છે.

YC