BREAKING : ઋષિ કપૂરના નિધન પછી કપૂર પરિવારને વધુ એક ઝટકો, આ ખાસ વ્યક્તિનું થયુ નિધન- રણબીર કપૂરની બહેને શેર કરી ઇમોશનલ નોટ

27 ડિસેમબર 2021ની રાત બોલિવુડ અભિનેતા ઋષિ કપૂર અને અભિનેત્રી નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સાહની અને તેના પતિ ભરત સાહનીના પરિવાર માટે એક દુખદ ખબર લઇને આવી. 27 ડિસેમ્બરની રાત્રે  રિદ્ધિમાના સસરાનું નિધન થઇ ગયુ. ભરત સાહની અને રિદ્ધિમા સાહનીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ દુખદ ખબરની પુષ્ટિ કરી હતી. શ્રવણ સાહનીના અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બર 2021ના રોજ દિલ્લીમાં કરવામાં આવ્યા હતા. આ દુખદ સમાચારની માહિતી આપતાં નીતુ કપૂરના જમાઈ ભરત સાહનીએ સોશિયલ મીડિયા પર લખ્યું – તમે હંમેશા યાદ આવશો પપ્પા.

નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા સાહનીએ પણ તેના સસરાના નિધન પર શોક વ્યક્ત કરતી એક પોસ્ટ શેર કરી છે. જેની સાથે તેણે બ્રેકિંગ હાર્ટ ઈમોજી પણ શેર કર્યુ છે. રિદ્ધિમા કપૂરની માતા નીતુ કપૂરે પણ જમાઈ ભરત સાહનીની પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

રિદ્ધિમા કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર આ દુખદ સમાચાર શેર કરતાની સાથે જ બોલિવૂડની ઘણી હસ્તીઓએ તેના સસરાના આત્માની શાંતિ માટે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને રિદ્ધિમાની પોસ્ટ પર ટિપ્પણી કરી અને લખ્યું, ‘ઊંડી સંવેદના અને પ્રેમ’, તેની મિત્ર સોફી ચૌધરી અને અન્ય ઘણા લોકોએ તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સાહની લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. ઘણા લોકોને તો એ પણ ખબર નથી કે રણબીરની બહેન કોણ છે ? રિદ્ધિમાને શરૂઆતથી જ બોલિવૂડમાં રસ નહોતો, જેના કારણે તેણે ફિલ્મી કરિયર પસંદ ન કરી, તેણે ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ કર્યો અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું.

રિદ્ધિમા કપૂર સાહનીના અંગત જીવન વિશે વાત કરીએ તો તેને એક પુત્રી છે. રિદ્ધિમાએ તેના મિત્ર અને દિલ્હી સ્થિત બિઝનેસમેન ભરત સાહની સાથે 25 જાન્યુઆરી 2006ના રોજ લગ્ન કર્યા હતા. ભરત ગાર્મેન્ટ એક્સપોર્ટ કંપનીના માલિક છે. રિદ્ધિમા પાસે ‘R’ નામની પોતાની જ્વેલરી બ્રાન્ડ પણ છે. તેનો કરોડોનો બિઝનેસ છે. બોલિવૂડ સેલેબ્સ પણ રિદ્ધિમાની ડિઝાઈન કરેલી જ્વેલરી પહેરતા જોવા મળે છે.

ભરત સાહનીની વાત કરીએ તો તેઓ દિલ્હી સ્થિત બિઝનેસમેન છે. તેઓ ટેક્સટાઈલ બિઝનેસ ‘વેર વેલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ’ના માલિક છે, જેની સ્થાપના વર્ષ 2002માં થઈ હતી. વર્ષ 2019માં રિદ્ધિમા કપૂરના પતિએ ‘ગ્લોબલ મેગેઝિન’નો ‘ફિટ એન્ડ ફેબ ફેસ્ટિવલ એવોર્ડ’ જીત્યો હતો. ભરતને કપૂર પરિવાર સાથે ગાઢ સંબંધ છે.

ઋષિ કપૂરની વાત કરીએ તો, તેમને આ દુનિયામાંથી વિદાયે લીધે એક વર્ષ કરતા પણ વધારેનો સમય વીતી ગયો છે. છતાં ઋષિ કપૂરની યાદો આજે પણ અકબંધ છે. ઋષિ કપૂરના પરિવારજનો અને તેમના ચાહકો આજે પણ તેમને ખુબ જ યાદ કરે છે.

તમને જણાવી દઈએ કે રિદ્ધિમા કપૂર સાહનીએ પહેલા વર્ષ 2020માં તેના પિતા ઋષિ કપૂરને ગુમાવ્યા હતા અને પછી વર્ષ 2021 સુધીમાં તેણે પોતાના પિતા જેવા સસરા પણ ગુમાવ્યા. ઋષિ કપૂરે 30 એપ્રિલ, 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા અને રિદ્ધિમાના સસરા શ્રવણ સાહનીએ 27 ડિસેમ્બર, 2021ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું.

Shah Jina