ખબર ફિલ્મી દુનિયા

પિતા ઋષિ કપૂરના નિધનથી બહુ દુઃખી છે રીધ્ધીમા કપૂર, ઈમોશનલ કરી દેશે આ તસ્વીર

બૉલીવુડ એકત્ર રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. મૃત્યુને આજે 13 દિવસ પૂરા થતા હતાં. તેરમા પર પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પ્રાર્થના સભાની તસ્વીરો પિતાની લાડલી રિદ્ધિમાએ ઈન્ટાગ્રામમાં શૅર કરી હતી.

તમે જોઈ શકો ચો કે રિદ્ધિમા કપૂરે 2 તસવીર શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં તે પિતાની તસવીર આગળ બેઠી હતી અને ફોટોને કેપ્શન આપ્યું હતું કે પાપા તમને હંમેશાં અમે પ્રેમ કરીશું. બીજી તસવીરમાં રણબીર તથા રિદ્ધિમા આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે. આ ફોટોને શૅર કરીને કેપ્શન આપ્યું હતું કે તમારો વારસો હંમેશાં રહેશે. અમે તમને બહુ જ પ્રેમ કરીએ છીએ.

2 વર્ષ સુધી કેન્સર સામે ઝઝૂમ્યા બાદ 30 એપ્રિલે બોલીવુડના દિગ્ગ્જ એક્ટર ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ઋષિ કપૂરના અચાનક નિધનથી આખું બોલીવુડમાં માતમ છવાઈ ગયો હતો. બોલિવુડ સેલેબ્સે પણ ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપી હતી. ઋષિ કપૂરના 13 દિવસ બાદ ગઈ કાલે એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જેમાં ઋષિ કપૂરના આત્માને શાંતિ મળે તે માટે આ આયોજન કર્યું હતું. આ પ્રાર્થનાસભામાં કરિશ્મા કપૂર, શ્વેતા બચ્ચન, રણધીર કપૂર,અરમાન જૈન અને આલિયા ભટ્ટ સહીત પરિવારના લોકો શામેલ થયા હતા.પ્રાર્થના સભાની તસ્વીર ખુદ રીધ્ધીમાએ શેર કરી છે. જેમાં તે અને રણબીર કપૂર હાથ જોડીને બેઠા છે. જોઈ શકાય છે કે, રીધ્ધીમા કપૂર તેના પિતાના તેરમામાં ભાવુક થતી નજરે ચડે છે.

રીધ્ધીમાએ તેની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, અમે તમને બહુ જ પ્રેમ કરીએ છીએ. આ સિવાય રીધ્ધીમાએ અન્ય એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે તેના પિતાની તસ્વીર પાસે ઉભી છે.

આ તેરમાની થોડી તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તે પરિવાર સાથે એકઠા થતા નજરે ચડે છે.
આલિયા ભટ્ટ એક્ટર રણબીર કપૂર સાથે કારમાં નજરે આવે છે. કપૂર પણ તેની પત્ની બબીતા સાથે નજરે ચડે છે. આ સિવાય કરિશ્મા કપૂર અને શ્વેતા બચ્ચન પણ શામેલ થયા હતા.

શ્વેતા બચ્ચન ન દીકરી નવ્યાનવેલી સાથે ઋષિ કપૂરના તેરમા વિધિમાં પહોંચી હતી. તમે જોઈ શકો છો કે બંનેએ માસ્ક પહેર્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.