આપણે સૌ જાણીએ છીએ કે, 30 એપ્રિલે બૉલીવુડના દિગ્ગ્જ એક્ટર ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધી હતી. ઋષિ કપૂરના અચાનક નિધનથી સમગ્ર શોક છવાઈ ગયો હતો. ઋષિ કપૂરના નિધન મામલે બોલિવૂડ કલાકારોની સાથે રાજકીય લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. મેરા નામ જોકર ફિલ્મથી ઋષિ કપૂરે બોલિવૂડની દુનિયામાં પગ મૂક્યો હતો. આ પછી તે કપડિયાની સાથે ફિલ્મ બોબીમાં જોવા મળ્યો હતો.
View this post on Instagram
ઋષિ કપૂરના નિધનથી તેની વહાલી દીકરી રીધ્ધીમા કપૂર પણ ઘેર શોકમાં છે. રીધ્ધીમા દિલ્હીમાં હોવાને કારણે રિદ્ધિમા તેના પિતા સાથે છેલ્લી મુલાકાત કરી શકી નહીં.
View this post on Instagram
રિદ્ધિમા કપૂરનો જન્મ 15 સપ્ટેમ્બર 1980 માં થયો હતો. નતુ કપૂરે રણબીર પહેલાં રિદ્ધિમાને જન્મ આપ્યો હતો. તે રણબીર કપૂરની મોટી બહેન છે. રિદ્ધિમા કપૂરને નાનપણથી જ ફિલ્મ ઉદ્યોગમાં આવવાનો કોઈ શોખ નહોતો. તેને શરૂઆતથી જ જ્વેલરી ડિઝાઇન કરવાનો શોખ હતો અને તેણે આ ક્ષેત્રમાં જ નામ કમાવ્યું હતું.
જણાવી દઈએ કે,રીધ્ધીમા એક જવેલરી ડિઝાઈનર છે. રિધ્ધિમાનું ‘R’ નામથી એક સફળ જવેલરી બ્રાન્ડ પણ છે જે પોપ્યુલર પણ છે. રીધ્ધીમાં ને બાળપણથી જ એક્ટિંગમાં કોઈ ખાસ રુચિ ના હતી. તેની સીંગીગી, ફેશન અને ડિઝાઇનિંગમાં જ કરિયર બનાવવા માંગતી હતી. જણાવી દઈએ કે હાલમાં જ દિલ્લીમાં રીધીમાંનું નામ ટોપ 25 બીસનેસમેનમાં શામિલ કરવામાં આવેલું છે.
રીધીમાએ પોતાની મહેનત અને પોતાના કામ પ્રતિ લગનથી આજે કરોડોનો બીઝનેસ ઉભો કરી નાખ્યો છે અને તે મોટાભાગે બોલીવુડની પાર્ટીસ અને એવોર્ડ ફંકશનમાં પણ જોવા મળે છે.

રીધ્ધીમાના લુકને લઈને અંદાજો લગાવી શકાય છે કે, તે કેટલી સ્ટાઈલિશ છે. રીધ્ધીમા સિમ્પલ અને સોબર રહેવાનું પસંદ કરે છે, તે વધુ જીન્સ અને ટીશર્ટ જ પહેર છે. રીધ્ધીમાની પહેલી પસંદ બ્લેક કલર છે. રિદ્ધિમા ને લાઈટ મેકઅપ કરવાનું જ પસંદ છે. તે તેની સ્ટાઇલ આઇકોન તેની માતા નીતુ સિંહને માને છે.
રિદ્ધિમા એ ફિટનેસ ફ્રીક છે અને ઘરે યોગ અને કસરત કરે છે. તમે તેની તસવીરોમાં તેની ઝલક જોઈ શકો છો. રિદ્ધિમાનું ઘર ખૂબ મોટું છે અને તેણે ઘરને સુંદર રીતે શણગાર્યું છે.
રીધીમાએ 25 જાન્યુઆરી 2006 નાં રોજ પોતાના જુના દોસ્ત અને દિલ્લીનાં બીઝનેસમૈન ભરત સાહસી સાથે લગ્ન કર્યા હતા.આ બંને ની મુલાકાત 1997 માં લંડનમાં થઇ હતી. તેના બાદ વર્ષ 2001 માં બંને મુંબઈમાં એક લગ્નમાં મળ્યા જ્યાં બંનેની જાન પહેચાન થઇ.
પુરા 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનએ લગ્ન કર્યા હતા. 23 માર્ચ 2011 ના રોજ બંને એક દીકરીના માં-બાપ બન્યા.રીધ્ધીમા અને ભરતમાં લગ્નમાં બી ટાઉનના હના સેલેબ્સ હાજર રહ્યા હતા. જેમાં સલમાન ખાન,શ્વેતા નંદા, શ્રીદેવી, રેખા સહીત ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.
રીધ્ધીમા એ 23 માર્ચ 2011ના પુત્રી સમારાને જન્મ આપ્યો હતો. મામા રણબીર કપૂર સાથે સમારાનું સારું બોન્ડિંગ છે. જણાવી દઈએ કે, રીધ્ધીમા ના લગ્નમાં સમય રણવીરે બોલીવુડમાં ડેબ્યુ કર્યું ના હતું.
30 એપ્રિલે ઋષિ કપૂરનું નિધન થયું હતી. ઘણા વર્ષોના રીલેશન બાદ ઋષિ કપૂરે 1980માં નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેનાં લગ્નથી તેઓને બે બાળકો છે એક દીકરો અને એક દીકરી. દીકરા રણબીર કપુરને તો તમે જાણો જ છો, પણ શું તમે તેની દીકરી રીધીમાં કપૂરને જાણો છો? આજે અમે તમને રીધીમાં વિશેની અમુક દિલચસ્પ વાતો કહેવા જઈ રહ્યા છીએ. રીધીમાનો જન્મ 15 સપ્ટેમ્બર 1980 નાં રોજ થયો હતો.
કપૂર ખાનદાનની જો કે ઘણી એવી દીકરીઓ બોલીવુડમાં રાજ કરી રહી છે, પણ રીધીમાનું આ બધાથી એકદમ ઉલટું જ ચાલી રહ્યું છે. તે બોલીવુડની દુનિયાથી ખુબ જ દુર રહે છે, રીધીમાં ઉમરમાં કરીના કરતા માત્ર 6 દિવસ મોટી છે. રાજ કપૂરે ત્યારે કહ્યું હતું કે, મારે ઘરે રિદ્ધિ-સિદ્ધિ આવી છે.
રીધીમાંને શરૂઆતથી જ બોલીવુડ એક્ટ્રેસ બનાવની કોઈ જ ઈચ્છા ન હતી, અને તેને લીધે તેણે પોતાનું કેરિયર પણ જ્વેલરી ડીઝાઇનિંગમાં જ બનાવાનું નક્કી કર્યું. રીધીમાંએ ફેશન ડીઝાઇનિંગ અને ઇંટીરીયર ડીઝાઇનિંગનો કોર્સ કરેલો છે. રીધીમાં ફેશન ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. ફેશન ડિઝાઈનીગ સિવાય તે જવેલરી ડિઝાઇનિંગ પણ કરે છે. રીધ્ધીમા એકલી જ કરોડો રૂપિયાની માલિકણ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.