ફિલ્મી દુનિયા

માતા નીતુ અને રણબીર કપૂર પણ કોરોના પોઝિટિવ નીકળ્યા? દીકરી રિદ્ધિમાએ ખોલ્યું રાઝ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ મળ્યા બાદ બોલિવૂડમાં હલચલ મચાવી દીધી છે. બંને એક્ટર નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ વચ્ચે અફવાહ ઉડી રહી છે કે, રણબીર કપૂર, નીતુ કપૂર અને કરણ જોહર પણ કોરોના પોઝિટિવ છે. કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા નીતુ કપૂરની બર્થડે પાર્ટીમાં હાજર હોય જેના કારણે કોરોના થયો છે. જણાવી દઈએ કે, આ વાત જરા પણ સાચી નથી. નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

રિદ્ધિમાએ લખ્યું કે શું તમે એટેંશન કરવા માંગો છો? તમારું એકાઉન્ટ પણ વેરીફાઈ નથી. તમને કોઈ સત્ય ખબર નથી. અમે બધા સ્વસ્થ અને ફીટ છીએ. અફવાઓ ફેલાવવાનું બંધ કરો, આભાર. રિદ્ધિમા કપૂરે આ સ્ક્રીન શોટ અમિતાભ અને અભિષેકને કોરોના સંક્રમિત થયા બાદ શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

Attention seeking ??? Least verify/ clarify ! We are fit We are good ! Stop spreading rumours ! #lunatics #fakenews

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચને શનિવારે મોડી રાત્રે ટ્વીટ કરીને તેમની કોરોના પોઝિટિવ વિશેની માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે- ‘હું કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં છું. હોસ્પિટલ અધિકારીઓને માહિતી આપી રહી છે. કુટુંબ અને સ્ટાફનો રિપોર્ટ કરાવવામાં આવી રહ્યો છે.રિઝલ્ટ માટે રાહ જોઈ રહ્યા છે. હું છેલ્લા 10 દિવસમાં મારી સાથે સંપર્કમાં આવનારાઓને પણ વિનંતી કરું છું કે ટેસ્ટ કરાવી લે.

આ બાદ થોડા સમય બાદ અભિષેક બચ્ચને ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘આજે હું અને મારા પિતા બંને કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું છે હળવા લક્ષણોને કારણે અમને બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે તમામ જરૂરી અધિકારીઓને જાણ કરી દીધી છે. અમારા પરિવારના સભ્યો અને સ્ટાફની તપાસ કરવામાં આવી રહી છે. હું દરેકને વિનંતી કરું છું કે ગભરાઈને નહીં શાંત રહે. આભાર.’

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનનો આજે બીજો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જે પણ પોઝિટિવ આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.