ખબર

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના અજીબ કેસ જોવા મળતા નિષ્ણાંતોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના હવે એક એવો રોગ બની ગયો છે કે જેમાં કોઈ લક્ષણ આ હોવા છતાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. 2 હજારથી વધારે કોરોના દર્દીઓ અને 160 મોત બાદ નિષ્ણાતોનાં વિશ્લેષણમાં ચોંકાવનારી વાતો સામે આવી છે. વાયરસનાં હુમલા અને વધતા મોતોને લઇને નિષ્ણાતોએ એક ડોઝિયર તૈયાર કર્યું છે. જેથી પરિણામ મહારાષ્ટ્રમાં કોરોનાનું કોકડું ગુંચવી ઉકેલી રહ્યા છે.

Image source

એક માહિતી અનુસાર, 85થી 90 ટકા કોરોના દર્દીઓમાં તાવ અને શરદી અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણ જોવા મળતા હતા. પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ આ વાતને લઇને પણ ચિંતિત છે કે કોરોનાનો મૃત્યુદર મહારાષ્ટ્રમાં 6.85 ટકા છે જે દેશમાં સૌથી વધારેઅને ચિંતાજનક છે.

Image source

ડોઝિયરમાં કોરોનાનાં તમામ લક્ષણોને સામેલ કરવાની કોશિશ કરી રહી છે. જો 85-90 ટકા દર્દીઓમાં કોરોના વાયરસ નિષ્ક્રિય રહે છે તો બાકીના દર્દીઓમાં આ લક્ષણ સરળતાથી જાણવા નથી મળતા. બીજી તરફ આ પ્રકારના દર્દીઓમાં સ્વાસ્થ્યમાં પણ ઝડપથી બદલાવ આવે છે.

Image source

રાજ્યનાં મુખ્ય સચિવનાં ટેક્નિકલ એડવાઇઝર ડૉક્ટર સુભાષ સાલુંખેનું જણાવ્યું હતું કે, “પુણેમાં આ પ્રકારના અનેક કેસ આવ્યા છે જ્યારે દર્દી મોતનાં કેટલાક કલાક પહેલા સુધી સામાન્ય રીતે હસતા અને વાતચીત કરતા જોવા મળી રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચીફ સેક્રેટરી, મેડિકલ પ્રમુખો અને ડૉક્ટરોની વિડીયો કોન્ફ્રેંસિગમાં મોતનાં મામલા સહીત ઈલાજની ચર્ચા કરી હતી.

Image Source

તો અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ કોરોના જેવું મહામારી સામે લડવા માટે મીટિંગની જરૂરિયાત લાગી. આ સાથે જ એક તથ્ય છે કે કોરોના પીડિત સ્થિર દર્દી જેનું ઑક્સિન સેચ્યુરેશન 90 ટકાથી વધારે છે તે અચાનક ઑક્સિજનની ઉણપનાં કારણે મૃત્યુ પામે છે.” આ સાથે ઘણા કેસો સામે આવ્યા છે કે જે અલગજ હોય છેવેન્ટિલેટરની જરૂર પડે છે.

Image source

આ કોરોના વાયરસની અસર શ્વાસતંત્રનું ફેલ થવાનું કારણ બેક્ટેરિયા અને વાયરસના કારણે છે. પરંતુ કોરોનાના મામલે આ કારણે દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત પડે છે. ડોકટરોએ આવા મામલામાં કમજોર હાર્ટ અને કિડની ફંક્શનમાં નોટિસ કર્યું છે. ડોઝિયર મુજબ છ દર્દીઓના મૃતદેહ પરીક્ષણ હ્ર્દયમાં સોજો જોવા મળ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.