અજબગજબ

આવી ઓટો રીક્ષા ક્યારેય નહીં જોઈ હોય, આનંદ મહિન્દ્રા પણ થઇ ગયા ઈમ્પ્રેસ, શેર કર્યો વિડીયો, તમે પણ જુઓ

કોરોના વાયરસના કારણે હવે સામાન્ય જન જીવન બદલાઈ ગયું છે, ત્યારે આ વાયરસથી બચવા માટે સૌથી પહેલા આપણે સાવચેતી રાખવી જરૂરી પડે છે, માસ્કની સાથે સાથે સૅનેટાઇઝર પણ હવે જીવન જરૂરિયાતનો એક મહત્વનો ભાગ બની ગયું છે.

Image Source

લોકડાઉનમાં હાલ તો છૂટ મળી ગઈ છે તે છતાં પણ લોકો હજુ પણ જાહેર જગ્યા ઉપર જવામાં અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવામાં ભય અનુભવે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા સુરક્ષાનું ધ્યાન રાખવાના દાવા કરતા હોવા છતાં પણ લોકોને ડર લાગે છે. પરંતુ આ બધા વચ્ચે હાલ સોશિયલ મીડિયા ઉપર એક રીક્ષાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે અને આ વિડીયો કોઈ સામાન્ય વ્યક્તિએ નહિ પરંતુ મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રા દ્વારા જ શેર કરવામાં આવ્યો છે.

Image Source

નવાઈ લાગે એવી વાત છે ને કે રિક્ષામાં એવું તો શું હશે જેના વિડીયો આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ? તો તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ઓટો રીક્ષા નથી, આ રીક્ષા તમને કોરોના વાયરસથી પણ બચાવી શકે તેવી રીક્ષા છે. રિક્ષાની અંદર વાઈફાઈની સાથે હેન્ડ બેઝીન, સૅનેટાઇઝર, ફૂલોના કુંડા સાથે ભીનો અને સૂકો કચરો નાખવા માટેની કચરા પેટી પણ બનાવવામાં આવી છે.

આનંદ મહિન્દ્રા આ રિક્ષાને જોઈને ખુબ જ પ્રભાવિત થયા અને ટ્વીટર ઉપર તેમને આ વિડીયો શેર કર્યો છે. સાથે એમ પણ લખ્યું છે કે “કોરોના વાયરસના કારણે સ્વચ્છતામાં વધારો કર્યો છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.