આ રિક્ષાવાળો તો બહુ હેવી ડ્રાઈવર નીકળ્યો, રસ્તા ઉપરના ફૂટ બ્રિજ ઉપર ચલાવી રીક્ષા, લોકોએ કહ્યું, “રોહિત શેટ્ટીની ફિલનું શૂટિંગ ચાલે છે કે શું ?” જુઓ વીડિયો

આપણા દેશમાં જલ્દી પહોંચવાના ચક્કરમાં ઘણા લોકો શોર્ટ કટ અપનાવતા હોય છે, ઘણા તો રસ્તો ના હોય તો પણ રસ્તો બનાવીને નીકળી જતા હોય છે. ઇન્ટરનેટ ઉપર આવા ઘણા વીડિયો પણ સામે આવતા રહે છે, ત્યારે હાલ એવા જ એક રીક્ષા વાળાનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેણે શોર્ટ કર્ટના ચક્કરમાં રીક્ષા ફૂટ બ્રિજ ઉપર ચઢાવી અને ચલાવી.

આ વીડિયો મહારાષ્ટ્રના પાલઘરમાંથી સામે આવ્યો છે. જ્યાં વ્યસ્ત મુંબઈ-અમદાવાદ હાઈવે પર યુટર્ન લેવા માટે ફૂટ ઓવરબ્રિજ પર એક વ્યક્તિ તેની ઓટો રિક્ષામાં ચડી ગયો હતો. ફૂટ ઓવરબ્રિજ પરથી ઓટો રિક્ષાને જતી જોઈને ત્યાં હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે આ વ્યક્તિના કારનામા પણ જોઈ શકો છો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ ડ્રાઈવરને પકડવાના પ્રયાસ કરી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે વીડિયો જોઈને એવું લાગે છે કે આ ઘટના મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં બની હતી અને ડ્રાઈવરને પકડવાના પ્રયાસો ચાલુ છે. તેણે કહ્યું, ‘અમે વધુ માહિતી માટે વીડિયોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ડ્રાઇવરે ફૂટ ઓવરબ્રિજ પર તેની ઓટો રિક્ષા ચલાવવા માટે રેમ્પનો ઉપયોગ કર્યો હતો.

ફૂટ ઓવર બ્રિજ પર હાઈવે ક્રોસ કરતી ઓટોનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. રોડ ક્રોસ કરવાની ઓટો ડ્રાઈવરની આ વિચિત્ર પરંતુ હિંમતવાન સ્ટાઈલ જોઈને કેટલાક યુઝર્સ તેને અસલી સ્ટંટ મેન કહી રહ્યા છે. આના પર ઘણા યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, “આ વ્યક્તિ વાહન પુલનો પણ ઉપયોગ કરી શકતો હતો, કારણ કે તે વિરાર નજીક NH-48 પર બે ગામોને પાર કરવા માટે બનાવવામાં આવ્યો હતો.” જો કે, ઘણા લોકો તેમની દલીલ સાથે સહમત નથી.

Niraj Patel