મોરબીથી પ્રેમીને મળવા રાજકોટ આવેલી યુવતિને બહેન બહેન કરી રિક્ષાચાલક ઘરે લઇ ગયો અને પછી કરી નાખી ગંદી હરકત…

મોરબીથી રાજકોટ આવી યુવતી, પ્રેમી લેવા ન આવતા મધરાતે રિક્ષાચાલકે ‘બહેન’ કહી ઘરે લઈ ગયો ને થયું ભયાનક કાંડ…

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના અલગ અલગ કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં કેટલીક વાર મહિલાઓ, યુવતિઓ કે પછી સગીરાઓને પ્રેમની જાળમાં ફસાવી અથવા તો લગ્નની લાલચે કે નોકરીની લાલચે દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોરબીથી રાજકોટ પ્રેમીને મળવા આવેલી યુવતીને બહેન બહેન કહી રિક્ષાચાલકે દુષ્કર્મ આચર્યુ હતુ. મોરબીમાં પરિવાર સાથે રહેતી અને મજૂરી કામ કરતી 19 વર્ષિય પીડિતા તેના પ્રેમીને મળવા રાજકોટ આવી હતી

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પરંતુ તેનો પ્રેમી બસ સ્ટેશન પર લેવા ના આવતા જંગલેશ્વરના ફિરોઝ નામના રિક્ષાચાલકે મદદ કરવાના બહાને પોતાના ફોનમાંથી પ્રેમી સાથે વાત કરાવી હતી. આ દરમિયાન પ્રેમી સવારે આવવાનો છે એ જાણી ફિરોઝ યુવતીને બહેન કહી રાતે પોતાના ઘરે લઇ જવાનું કહ્યુ અને ઘર લઇ જવાના બહાને તે તેને જંગલેશ્વર તરફ લઈ ગયો. આ દરમિયાન તેણે બળજબરીથી દુષ્કર્મ આચર્યું. જો કે, યુવતીએ હિમ્મતભેર તેનો સામનો કર્યો અને ત્યાંથી જેમ-તેમ કરીને બચીને નીકળી ગઈ. ત્યાંથી નીકળ્યા બાદ તે સીધી જ પોલીસ સ્ટેશન પહોંચી હતી

પ્રતિકાત્મક તસવીર

અને રિક્ષાચાલક ફિરોઝ સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ફિરોઝની શોધખોળ હાથ ધરી, તેને ગણતરીના કલાકોમાં જ પકડી લીધો હતો. યુવતીને તેના જ કુટુંબીના પુત્ર સાથે પ્રેમ થઈ ગયો હતો અને પોતે વતનમાં જાય છે તેમ ખોટુ બોલી તે મોરબી પંથકથી પ્રેમીને મળવા બસ મારફતે રાજકોટ બસ સ્‍ટેશન ખાતે આવી હતી. પરંતુ પ્રેમી તેડવા ન આવતાં ફિરોજ નામના રિક્ષાચાલકે તેને મદદ કરવાના બહાને પહેલા પોતાના ફોનમાંથી પ્રેમી સાથે વાત કરાવી

પ્રતિકાત્મક તસવીર

અને પછી પ્રેમીએ પોતે સવારે આવશે તેવું કહેતા તેની દાનત બગડી હતી. ત્યારે તેણે પીડિતાને કહ્યુ કે, બહેન તું મારા ઘરે મારા માતા સાથે સુઇ જજે, સવારે તને મુકી જઇશ. યુવતિનો વિશ્વાસ કેળવ્યા બાદ તે જંગલેશ્વરમાં પોતાના ઘરે લઈ જઈ ‘તારે મારા બા ભેગું નહીં, મારી સાથે સૂવાનું છે’ તેવું કહી રૂમમાં પૂરી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, યુવતિએ હિમ્‍મતભેર તેનો સામનો કર્યો અને તેને પેટમાં પાટુ મારી પછાડી દીધો અને પછી ત્યાંથી ભાગી ગઇ. જે બાદ તે એક જાગૃત નાગરિકની મદદથી પોલીસ સ્‍ટેશને પહોંચી અને ફરિયાદ નોંધાવી.

Shah Jina