પ્રેમિકાના વિરહમાં રિક્ષાચાલકે ઝાડા બંધ થવાની 40થી વધુ ગોળીઓ ખાઇ લીધી અને પછી જે થયુ તે…

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ઘણીવાર કોઇ આર્થિક સ્થિતિને કારણે આપઘાત જેવું પગલુ ભરતુ હોય છે તો ઘણીવાર કોઇ પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે જીવનનું અંતિમ પગલુ ભરતા હોય છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ આંધળો હોય તેવી કહેવત સાબિત થાય છે. આ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક રિક્ષાચાલકે તેની પ્રેમિકા છોડી ગઇ હોવાને કારણે દવા ખાઇ આપઘાત કરી લીધો. પ્રેમિકાના વિરહમાં આ રિક્ષાચાલકે ઝાડા બંધ થવાની 40થી વધુ ગોળીઓ ખાઇ લીધી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, રિક્ષાચાલકના પિતા વિષ્ણુભાઇ મરાઠા મહારાષ્ટ્રના વતની છે અને તેમનો દીકરો ઘરમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો, રિક્ષાચાલકના પિતા કલર કામ કરી એકના એક પુત્ર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. 22 વર્ષનો પુત્ર જતીન રિક્ષા ચલાવી વૃદ્ધ પિતાને આર્થિક મદદ કરી રહ્યો હતો. બપોરે ઘરે ભોજન માટે આવતા ઘરમાંથી દીકરો બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. 108ની મદદથી સિવિલ લઈ આવતા વધુ પડતી ઝાડા બંધ થવાની ગોળીઓ ખાઇ લીધી હોવાનું બહાર આવ્યું હતું. ઘરમાંથી દવાના રેપર પણ મળી આવ્યા હતા. હાલ તો તેની સારવાર ચાલી રહી છે અને તેની હાલત હાલ ગંભીર છે.

રિક્ષાચાલક યુવાન મહોલ્લાની એક યુવતીના પ્રેમમાં પાગલ હતો રિક્ષાચાલકના પિતાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી જતીન મહોલ્લાની એક યુવતીના પ્રેમ હતો બન્ને એકબીજા સાથે લગ્ન કરવાના હતાં અને ઘણા સમયથી યુવતી પણ તેમના ઘરમાં જ રહેતી હતી. જોકે બંને વચ્ચે કોઈ બાબતને લઈ ઝઘડો થઇ ગયો હતો અને યુવતી ઘર છોડી પોતાના ઘરે જતી રહી હતી. તેના ઘર છોડી જતા રહેવાના કારણે જતીને આપઘાતનો પ્રયાસ કર્યો.

આ રિક્ષાચાલકના પિતાએ ડોક્ટરને જણાવ્યું હતું કે, તેમનો એકનો એક દીકરો છે અને તે દીકરો તેમનો એકમાત્ર સહારો છે. રિક્ષાચાલકના પિતાએ કહ્યુ- સાહેબ બચાવી લો. તે આંખો કેમ નથી ખોલતો, પીડિત પિતાની આ વ્યથા સાંભળી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ ભાવુક બની ગયા હતા.

 

Shah Jina