રાજકોટના રિક્ષાવાળા યુસુફને દુકાન પર સોડા લેવા આવેલી 7 વર્ષની દીકરીને જોઈ હવસ જાગી, ઘરમાં લઇ જઈ દરવાજો બંધ કરીને ના કરવાનું કરી નાખ્યું…

રિક્ષાવાળો યુસુફ 11 વર્ષની દીકરીનું મોઢું પકડી અને ઉપર સુઈ ગયો, એવી એવી ગંદી હરકત કરી કે ભરોસો ઉઠી જશે, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે અત્યાચાર થવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા નરાધમો તો નાની બાળકીઓ અને કિશોરીઓ સાથે પણ છેડછાડ અને દુષ્કર્મ આચરતા હોય છે, ત્યારે હાલ એક એવો મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે જેને જોઈને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે. રાજકોટમાં એક રિક્ષાવાળાએ એક 7 વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હોવાની ફરિયાદ એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે મળી રહેલી વધુ વિગતો અનુસાર, રાજકોટના પોપટપુરા વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક યુસુફે 7 વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ અને અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં બાળકીની માતાએ જણાવ્યું હતું કે તેને પેટમાં દુખતું હોવાના કારણે તેની બીજા નંબરની 7.5 વર્ષની દીકરીને બપોરે 4 વાગ્યાની આસપાસ જંકશન મેઈન રોડ પર આવેલી દુકાનમાં સોડા લેવા માટે મોકલી હતી. પરંતુ ઘણીવાર સુધી તે સોડા લઈને પરત ના આવતા મેં બહાર જોયું.

મહિલાએ આગળ જણાવ્યું કે મારો નાનો દીકરો રડતો હોવાના કારણે હું ઘરમાં પાછી ગઈ અને પછી આશરે 20-25 મિનિટ બાદ તે સોડા લઈને ઘરે આવતા મેં મોડું થવાનું કારણ પૂછ્યું હતું. ત્યારે દીકરીએ જણાવ્યું કે તે જયારે સોડા લઈને આવતી હતી ત્યારે દુકાન પર ઉભેલા રિક્ષાવાળા મને તેમના ઘરે લઇ ગઈ, રૂમ બંધ કરીને ગાલ પર હાથ ફેરવ્યો અને હોઠ પર કિસ કરવા લાગ્યા પછી મને નીચે સુવડાવી દીધી અને છાતી તેમજ ગુપ્તાગ પર હાથ ફેરવવા લાગ્યા અને મારુ મોઢું દબાવીને મારી પર સુઈ ગયા. મેં બૂમો પડતા કોઈએ દરવાજો ખખડાવ્યો અને તેણે ઉભા થઇ મને દરવાજાની બહાર કાઢી મૂકી.

બાળકીએ આગળ જણાવ્યું કે તેમણે મારી સાથે બળજબરી કરી તેથી પેટ અને ડોક પર દુખાવો થયો હતો અને હું ચાલી પણ નહોતી શકતી. આ વાત તેને તેની મમ્મીને જણાવતા તે દીકરીને લઇ પ્રોવિઝન સ્ટોર પર ગયા અને તેમની જ જ્ઞાતિના યુસુફભાઇના ઘરે ગયા ત્યારે તે ઘરમાં જ હતો. આ ઘટના વિશે કહ્યું તો તેને જવાબ આપ્યો કે સોડા લઈને જતા તે પડી ગઈ અને મેં તેને ઉભી કરી, હું તેને ઘરે નહોતો લઇ ગયો. એટલું બોલી ઘર બંધ કરી તે ચાલ્યો ગયો. જેના બાદ મહિલાએ તેના પતિને ફોન કરીને બોલાવ્યા અને પછી પોલીસમાં યુસુફ રિક્ષાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ-354 તથા પોક્સો એકટની કલમ-7,8 મુજબ ગુનો દાખલ કરી તેને સકંજામાં લેવા તપાસ તજવીજ હાથ ધરી છે.

Niraj Patel