“હું મોદીજીનો આશિક છું !” કેજરીવાલને પોતાની રિક્ષામાં ઘરે લઇ જઈને જમાડનારા વિક્રમે મારી પલ્ટી, સભામાં જઈને જુઓ શું કરી બેઠો 

ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે, જેને લઈને દરેક પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવી દીધો છે. હાલ પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે અને તેમના પણ ઘણા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ દિલ્હીના મુખ્યમંત્રી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

વાયરલ વીડિયોની અંદર અરવિંદ કેજરીવાલ તેમની ફાઈવ સ્ટાર હોટલથી એક રિક્ષામાં બેસીને રીક્ષા વાળાના ઘરે જમવા માટે જતા હતા. ત્યારે પોલીસ સાથે સુરક્ષાને લઈને પણ ખુબ જ માથાકૂટ થઇ હતી. છતાં પણ કેજરીવાલ રિક્ષામાં બેસીને તે રીક્ષા ચાલકના ઘરે જમવા માટે ગયા હતા અને ત્યાંથી ઘણી તસવીરો પણ શેર કરી હતી, પરંતુ હવે આ કહાનીમાં એક નવો વળાંક આવ્યો છે.

હાલ આ રીક્ષા ચાલાકનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભાજપનો ખેસ અને ટોપી પહેરીને જોઈ શકાય છે. આજે અમદાવાદમાં પીએમ મોદીને સભા યોજાઈ રહી છે. આ સભાની અંદર દિલ્હીના મુખ્યમંત્રીને પોતાના ઘરે લઇ જઈને જમાડનારો રીક્ષા ચાલક પણ પોતાના મત વિસ્તારના લોકો સાથે ભાજપનો ખેસ પહેરીને હાજરી આપવા પહોંચ્યો હતો. જેને જોઈને લોકો પણ અચરજમાં મુકાઈ ગયા હતા.

આ રીક્ષા ચાલાકનું નામ વિક્રમ દંતાણી છે. હવે ભાજપનો ખેસ પહેરવા ઉપર વિક્રમે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું જ્યારથી વૉટ નાખું છું ત્યારેથી ભાજપને જ મત આપું છું અને હું ભાજપ સાથે જ છું અને રહીશ. આ ઉરપટ હું મોદી સાહેબનો આશિક છું. મારી આખી સોસાયટીના લોકો પણ ભાજપને જ મત આપે છે.” તેને એમ પણ જણાવ્યું કે યુનિયન સભામાં મને અરવિંદ કેજરીવાલને જમવા આપવા માટેનું આમંત્રણ આપવાનું કહેવામાં આવ્યું હતું.”

વિક્રમે આગળ કહ્યું કે, “જેના કારણે મેં ગુજરાતીઓની પરંપરા પ્રમાણે તેમને ઘરે જમવા માટે બોલાવ્યા હતા. હું આપ સાથે ના જોડાયેલો છું ના ક્યારેય જોડાવવાનો છું. કેજરીવાલને ઘરે જમવા બોલવવા વિશે મને કઈ ખબર નહોતી, ફક્ત મને રીક્ષા યુનિયનની મિટિંગ વિશે જ ખબર હતી. મારા જમવા આપવાના આમંત્રણ બાદ તેઓ પ્રોટોકોલ તોડીને પણ મારા ઘરે મારી રિક્ષામાં જમવા માટે આવ્યા હતા.”

Niraj Patel