મનોરંજન

આ છે બોલીવુડની ખુબ જ 6 અમીર સુંદર અભિનેત્રીઓ, જાણો કેટલી છે સંપત્તિ અને કોણ-કોણ છે આ યાદીમાં સામેલ

બોલિવૂડમાં એ ચર્ચા વર્ષોથી ચાલતી આવે છે કે અભિનેતાઓની સરખામણીમાં અભિનેત્રીઓને હંમેશા ઓછી ફી આપવામાં આવે છે. પણ તેમ છતાં આજે પોતાની મહેનતના જોરે અભિનેત્રીઓ કરોડપતિ છે. આ અભિનેત્રીઓ પણ જોરદાર જીવન જીવે છે. ત્યારે આજે આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરી કે જે ખૂબ જ અમીર છે અને પોતાની મહેનતથી આ કરોડો રૂપિયા કમાયા છે.

ઐશ્વર્યા રાય બચ્ચન –

 

View this post on Instagram

 

🌞🌈

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

એક સમય હતો જયારે બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી ગણાતી ઐશ્વર્યા રાયને લઈને દરેક ડિરેક્ટર્સ ફિલ્મો બનાવવા ઇચ્છતા હતા. પરંતુ તેના લગ્ન પછી તેની લોકપ્રિયતા ઘટી ગઈ છે. તમ છતાં આજે પણ મોટા-મોટા ડિરેક્ટર્સ તેને લઈને ફિલ્મો બનાવવા માંગે છે. ઘણા સમય સુધી ફિલ્મોથી દૂર રહયા બાદ પણ બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રીઓમાંથી એક છે. એક રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યાની સંપત્તિ 235 કરોડ રૂપિયાથી વધુ છે. ફિલ્મો સિવાય ઐશ્વર્યા ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે.

અમિષા પટેલ –

 

View this post on Instagram

 

🌈🌈🌈

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

કહોના પ્યાર હૈ અને ગદર જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યા પછી લાખો લોકોના દિલો પર રાજ કર્યું પણ એ અમિષા પટેલ બોલિવૂડમાં વધુ લોકપ્રિયતા ન મેળવી શકી. હાલ તે ફિલ્મોથી દૂર છે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ચાહકો સાથે પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. ફિલ્મોમાં વધુ કમલ ન કરી શકનાર અમિષા પટેલની બિઝનેસ સેન્સ જોરદાર છે. હાલ તેનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. તેની સંપત્તિ 200 કરોડ રૂપિયા કરતા પણ વધુ છે.

અમૃતા રાવ –

વિવાહ જેવી સુપરહિટ ફિલ્મ આપીને કરોડો લોકોના દિલમાં પોતાની એક અલગ જગ્યા બનાવી લેનાર અમૃતા રાવ પણ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હાલ તે બોલિવૂડ ફિલ્મોથી દૂર છે. છેલ્લે તેને ફિલ્મ ઠાકરેમાં જોવામાં આવી હતી. તેને એક હિન્દી સીરિયલમાં પણ કામ કર્યું છે. તેને ભલે વધુ ફિલ્મો ન કરી હોય, પણ પૈસાની બાબતે તે બીજી અભિનેત્રીઓ કરતા પાછળ નથી. માહિતી અનુસાર, તેની સંપત્તિ લગભગ 134 કરોડ રૂપિયા છે.

કાજોલ –

 

View this post on Instagram

 

What’s that one line from your favourite book that has always kept you going?

A post shared by Kajol Devgan (@kajol) on

બોલિવૂડમાં એક સમયની હિટ અભિનેત્રીઓમાંથી એક કાજોલ પણ અજય દેવગણ સાથે લગ્ન કરીને પોતાનો ઘર સંસાર વસાવી ચુકી છે. જો કે વચ્ચે વચ્ચે તે માય નેમ ઇઝ ખાન, દિલવાલે, હેલીકૉપટર ઈલા જેવી ફિલ્મો કરતી રહે છે. ત્યારે તે પણ પૈસાની બાબતમાં આજકાલની અભિનેત્રીઓ ઓછી નથી. કાજોલ પાસે 18 મિલિયન ડોલરની સંપત્તિ છે, એટલે કે તેની પાસે 130 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

કરિશ્મા કપૂર –

 

View this post on Instagram

 

Reposted using @EasyRepost “💥💥💥 @therealkarismakapoor x @prabalgurung x @ysl” by @tanghavri

A post shared by KK (@therealkarismakapoor) on

90ના દાયકાની હિટ અભિનેત્રીઓમાંથી એક કરિશ્મા કપૂર છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર છે. પોતાના પતિથી અલગ થયા બાદ ચર્ચાઓમાં રહેલી કરિશ્માએ ડેંજરસ ઇશ્ક ફિલ્મથી કમબેક કર્યું પણ આ ફિલ્મ ખાસ ચાલી નહિ. ભલે તે ફિલ્મોથી હાલ દૂર હોય, પણ સંપત્તિના મામલે તે ઘણી અમીર છે. તેની પાસે લગભગ 12 મિલિયન ડોલરની સંપત્તિ છે, એટલે કે લગભગ 85 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

પ્રીતિ ઝિન્ટા –

 

View this post on Instagram

 

बस यूंही …….24 Karat gold🤩 #ting

A post shared by Preity G Zinta (@realpz) on

આઈપીએલની ટિમ કિંગ્સ ઇલેવન પંજાબની કોઓનર પ્રીતિ ઝિન્ટાની બોલિવૂડની કારકિર્દી પણ એકંદરે સારી જ રહી છે. બોલિવૂડની ડિમ્પલ ગર્લ હાલ ફિલ્મોથી દૂર છે, છેલ્લે તેને સન્ની દેઓલ સાથે ફિલ્મ ભૈયાજી સુપરહિટમાં જોવા મળી હતી. તે પણ સંપત્તિની બાબતમાં કોઈનાથી ઓછી નથી ઉતરતી, તેની પાસે પણ લગભગ 85 કરોડની સંપત્તિ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App