મનોરંજન

આ છે ટેલિવિઝનની એ 5 સુંદર અભિનેત્રીઓ કે જે ખૂબ જ ઓછી ઉંમરમાં બની ગઈ છે કરોડોની સંપત્તિની માલિક

એમ તો ટીવી જગતની એવી ઘણી અભિનેત્રીઓ છે જે કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી. પોતાની અપાર સુંદરતા માટે લાખો દર્શકોના દિલમાં આ અભિનેત્રીઓએ દર્શકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે.

જે રીતે બોલીવુડ અભિનેત્રીઓ એક ફિલ્મમાં કામ કરવા માટે ફિલ્મ નિર્માતાઓ પાસેથી કરોડો રૂપિયા લે છે, એવી જ રીતે ટીવી અભિનેત્રીઓ સિરિયલોના એક એપિસોડ માટે પણ લાખો રૂપિયા લે છે. આજે અમે તમને ટેલિવિઝનની સૌથી ધનિક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

(1) જેનિફર વિંગેટ –

Image Source

જેનિફર વિંગેટ એ ટીવી ઉદ્યોગનું એક જાણીતું નામ છે. તેણે અત્યાર સુધીમાં એક કરતા વધારે સીરિયલમાં કામ કર્યું છે. જેનિફર એક સુંદર ટીવી અભિનેત્રીઓમાંની એક છે અને બેપનાહ, સરસ્વતીચંદ્ર અને દિલ મિલ ગયે જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. એક રિપોર્ટ અનુસાર, જેનિફર 20 કરોડની મિલકતની માલિક છે.

(2) સનાયા ઈરાની

Image Source

ઇસ પ્યાર કો ક્યા નામ દૂ જેવી હિટ સિરીયલમાં કામ કરનારી સનાયા ઈરાની કમાણીના મામલે ઘણી આગળ છે. 34 વર્ષીય અભિનેત્રી સનાયા ઈરાની ઇસ પ્યાર કો ક્યા નામ દૂ સીરિયલમાં ખુશી કુમારી ગુપ્તાના નામથી પ્રસિદ્ધિ પામી છે. સનાયાએ ઘણા ડાન્સ શોમાં પણ ભાગ લીધો હતો અને તેની કુલ સંપત્તિ 21 કરોડ આંકવામાં આવી છે.

(3) દ્રષ્ટિ ધામી

Image Source

સિલસિલા બદલતે રિશ્તો કા સિરિયલમાં દ્રષ્ટિ ધામી નંદિનીનું પાત્ર ભજવતી હતી. તે ટીવીની સમૃદ્ધ અભિનેત્રીની સૂચિમાં સામેલ છે. તે એપિસોડ દીઠ 1 લાખ રૂપિયા લે છે. દ્રષ્ટિના ઘણા ઘહકો છે, કારણ કે તેના ભોળા દેખાવ અને તેની આંખોમાં લોકો ખોવાઈ જાય છે. પરંતુ આ ભોળી સુરત ધરાવતી અભિનેત્રીની સંપત્તિ લગભગ 25 કરોડ છે.

(4) હિના ખાન

Image Source

હિના ખાનની કોઈ ઓળખ આપવાની જરૂર નથી, તે ટીવીમાં અક્ષરાની ભૂમિકાથી પ્રખ્યાત થઈ હતી. હીના ખાને તેની કારકિર્દીની શરૂઆત યે રિશ્તા ક્યા હૈ જેવી ટીવી સિરિયલથી કરી હતી અને બિગ-બોસ અને ખતરો કે ખિલાડી જેવા શોમાં પણ ભાગ લઇ ચુકી છે. હિના ખાનની સંપત્તિની વાત કરીએ તો તેની પાસે કુલ 34 કરોડની સંપત્તિ છે.

(5) દિવ્યાંકા ત્રિપાઠી

Image Source

દિવ્યાંકા ત્રિપાઠીએ યે હૈ મોહબ્બતે જેવી સિરિયલોમાં કામ કર્યું છે અને તે ટીવીની આજની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે. દિવ્યાંકાની કુલ સંપત્તિ અંદાજે 50 કરોડ જેટલી છે. જે બોલિવૂડની નાની-મોટી અભિનેત્રી કરતા ઘણી વધારે છે. ટીવી સીરીયલ ઉપરાંત દિવ્યાંકા તેના ફોટોશૂટથી સારી કમાણી કરે છે તેનો મુંબઇમાં આલીશાન બંગલો પણ છે.