મનોરંજન

બોલીવુડની આ હિરોઈને મોદી સરકાર પર લાગવ્યો આરોપ, કહ્યુ- ના ઓક્સિજન, ના હોસ્પિટલોમાં બેડ અને…

‘ન ઓક્સિજન, ન બેડ, અને આપણે સુપર પાવર?’ આ હિરોઈને સરકારને લીધી આડે હાથ- જુઓ શું શું બોલી

દેશભરમાં કોરોનાની બીજી લહેથી હાહાકાર મચી ગયેલો છે. બધી બાજુએ સ્થિતિ બેકાબૂ બનેલી છે. લોકો પોતાને સુરક્ષિત રાખવા માટે બધા જ ઉપાયો કરી રહ્યા છે. બોલિવુડમાં પણ તેનો કહેર ઘણો જોવા મળી રહ્યો છે. હાલમાં જ કેટલાક સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે અત્યાર સુધી કેટલાકે તો કોરોનાને કારણે જીવ પણ ગુમાવ્યો છે. આ વચ્ચે બોલિવુડ અભિનેત્રી રિચા ચડ્ડાએ એક ટ્વીટ કર્યુ છે.

રિચા ચડ્ડાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટ પર એક ટ્વીટ શેર કર્યુ છે. જે ખૂબ જ વાયરલ થઇ રહ્યુ છે. તેણે તેના ટ્વીટમાં એક મીમ પણ એંબેડ કર્યુ છે. જેમાં લખેલુ છે કે તમે જૂઠના સિંહાસન પર બેઠેલા છે. રિચા ચડ્ડાએ કહ્યું- ‘તમે કંઈ પણ બોલી શકો- જેમ કે આપણી પાસે 20 સ્માર્ટ સિટી છે, આપણે મહાસત્તા બનીશું, આપણી પાસે 5 ટ્રિલિયન ઇકોનોમી અને નોકરી હશે! તમે જે કહેવા માંગો છો તે કહી શકો છો કારણ કે તે સાચું નથી. સત્ય એ છે કે આપણી પાસે સ્મશાનમાં લાકડાનું સિલિન્ડર, દવાઓ, પલંગ, રસી અને લાકડા સળગાવવા માટે નથી. ‘

રિચા ચડ્ડાની આ ટ્વીટ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ચાહકો પણ તેની આ ટ્વીટ પર ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી કે જયારે રિચાએ સામાજિક મુદ્દા પર તેની રાય રાખી હોય. રિચા ચડ્ડાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ “લાહોર કોન્ફિડેંશિયલ” ઝી 5 પર રીલિઝ થઇ હતી. આ પહેલા તેની ફિલ્મ “શકીલા” અને “મેડમ ચીફ મિનિસ્ટર” થિયેટરમાં રીલિઝ થઇ હતી.