બોલિવુડ અભિનેત્રીનો ખુલાસો ! રાહુલ દ્રવિડથી એટલો બધો પ્રેમ હતો તેમના સંન્યાસ લીધા બાદ ક્રિકેટ ના જોઇ

લોકોની આ ફેવરિટ બોલીવૂડ અભિનેત્રીએ જાહેરમાં કર્યું એલાન, કહ્યું- રાહુલ દ્રવિડ મારો…

બોલિવુડ અને ક્રિકેટનો સંબંધ હંમેશા ઊંડો રહ્યો છે. ઘણા એવા ક્રિકેેટર્સ છે જેમનું બોલિવુડ અભિનેત્રીઓ સાથે અફેર રહ્યુ છે. ભારતીય ક્રિકેટન મહાન બલ્લેબાજ અને ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ ભલે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતા ન હોય પરંતુ તેમની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. હાલમાં જ એક બોલિવુડ અભિનેત્રીએ આ વાતનો ખુલાસો કર્યો છે કે રાહુલ દ્રવિડ તેમનો પહેલો પ્રેમ છે. ફુકરે ફેમ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ તેમના પ્રેમનો ખુલાસો કર્યો છે. આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને કોચ રાહુલ દ્રવિડ ઘણા ચર્ચામાં છે. તેમની કોચ તરીકેની પહેલી ટુર્નામેન્ટ ચાલી રહી છે અને તેમની ટીમે ન્યુઝીલેન્ડને ટી20 ટુર્નામેન્ટમા ધૂળ ચટાવી દીધી છે.

આ બાજુ રાહુલ દ્રવિડ અને ટીમના નવા કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરવામાં આવી રહી છે અને બીજી બાજુ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ રાહુલ દ્રવિડને લઇને મોટો ખુલાસો કર્યો છે. રિચા ચઢ્ઢા તેના અપકમિંગ શો ઇનસાઇડ એજ 3ના પ્રમોશનમાં વ્યસ્ત છે જે ક્રિકેટ પર બેસ્ડ છે. વાસ્તવમાં બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ રાહુલ દ્રવિડને પોતાનો પહેલો પ્રેમ ગણાવ્યો છે. રિચા ચઢ્ઢાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે અત્યારે ક્રિકેટને વધુ ફોલો કરતી નથી, પરંતુ ક્યારેક માત્ર રાહુલ દ્રવિડને જોવા માટે જ મેચ જોતી હતી. રિચા ચઢ્ઢાએ કહ્યું કે જ્યારથી રાહુલ દ્રવિડ નિવૃત્ત થયો છે ત્યારથી તેણે ક્રિકેટ જોવાનું બંધ કરી દીધું છે.

તેણે આગળ કહ્યું, ‘બાળપણના દિવસોમાં હું ક્રિકેટની મોટી ચાહક ન હતી. હા, મારો ભાઈ ક્રિકેટ રમતો હતો. એક સમય હતો જ્યારે હું ટીવી પર ક્રિકેટ મેચ જોતી હતી. મને રાહુલ દ્રવિડને રમતા જોવાનું પસંદ હતું. જ્યારે તેણે ટીમ છોડી દીધી, ત્યારે મેં ક્રિકેટને જોવાનું બંધ કરી દીધું. મારો પહેલો પ્રેમ રાહુલ દ્રવિડ છે. રિચા ચઢ્ઢાની વાત કરીએ તો અભિનેત્રી હાલમાં તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. તે અભિનેતા અલી ફઝલ સાથે રિલેશનશિપમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે મુખ્ય કોચનું પદ સંભાળતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટના ઈતિહાસના મહાન બેટ્સમેનોમાંના એક છે. રાહુલ દ્રવિડે ભારત માટે 164 ટેસ્ટ મેચમાં 13288 રન અને 344 વનડેમાં 10889 રન બનાવ્યા છે. તાજેતરમાં જ રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાનો નવો કોચ બનાવવામાં આવ્યો છે.

Shah Jina