ગુજરાતમાં આવેલું છે એશિયાનું સૌથી ધનવાન ગામ, આ ગામના દરેક લોકો છે લાખોપતિ…

0

ગુજરાતનો કલા, સંસ્કૃતિને વારસો તો એકલા કચ્છને જ મળ્યો હોય એવું લાગે છે. આખા ભારતમાં કચ્છ જેવી કલાને કસબી ખૂણે ખૂણે ગોટો તો પણ મળશે નહી. કચ્છ ગુજરાતનો વારસો તો સાચવીને બેઠું જ છે. સાથે સાથે તેની બોલી, ભાષાને કચ્છ પાસે પોતાનોય વારસો અઢળક છે.

આખા ગુજરાતમાં એકેય એવો જિલ્લો નથી જેને પોતાની આગવી ભાષા અને સંસ્કૃતિ હોય. આજે વાત આપણે કચ્છની જ કરવાની છે. પણ તેની સંસ્કૃતિની નહી. કચ્છના એક એવા ગામની જે ગુજરાતમાં નહી પણ આખા એશિયા ખંડમાં સૌથી ધનવાન ગામ છે. એ સમૃદ્ધ ગામનું નામ છે ‘માધાપર’, હા, આ જ ગામની વાત અમે તમને કરવા જઈ રહ્યા છીએ.

Image Source

માધાપર ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું ગામ છે, જ્યાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

માધાપર લગભગ 2 હજાર લોકોની વસ્તી ધરાવતું ગામ છે, જે વ્યક્તિ દીઠ $13,2000ની GDP ધરાવીને દક્ષિણ એશિયાનું સૌથી ધનિક ગામ છે. છેલ્લા થોડા સમયમાં તો ગામમાં લીલોતરી વધી છે અને નવા તળાવો, ચેક ડેમ્સ, અને બોરવેલ પણ બન્યા છે જેના દ્વારા ગામને આખું વર્ષ પીવાનું પાણી મળી રહે છે. આ ગામમાં હેલ્થ સેન્ટર, બાળકોને રમવા માટેના બગીચા અને મંદિરો પણ આવેલા છે.

Image Source

ઓછી વસ્તી ધરાવતું હોવા છ્તા આ ગામમાં 15 બેન્ક્સ છે. અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ગામની બેન્ક્સ અને પોસ્ટમાં ગામની વસ્તી જેટલી જ કરોડોમાં ડિપોઝિટ જમા છે. એક બે નહી પણ પૂરા 200 કરોડ જમા છે આ ગામ લોકોના બેંકમાં. આવ્યોને ઝાટકો? હા, સાચે જ, અને એટ્લે એ આખા એશિયાનું પૈસાદાર ગામ સાબિત થયું છે. કેમ કે ત્યાં દરેક વ્યક્તિ લાખો રૂપિયાની રકમ જમા છે બેંકમાં. એ તો ઠીક પણ આખા ભારતમાં આટલી બેન્કો ધરાવતું ગુજરાતનું આ એક માત્ર ગામ છે. જે સૌ ગુજરાતી માટે ગર્વ લેવા જેવી વાત છે.

Image Source

ગામમા પ્રવેશતા જ એની ભવ્યતાનો આવે છે ખ્યાલ:

એક સર્વે મુજબ હાલ માધાપર ગામની બેંકસ અને પોસ્ટને જોઈને તો ખ્યાલ આવી ગયો, પરંતુ આ ગામમાં જેવા તમે પ્રવેશો એટ્લે તરત જ તમને મોટા મોટા બંગલોઝ જોવા મળશે. તેમજ આ ગામની અંદર બધાયેલ તમામ મકાનો ગાર્ડન અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં અંગ્રેજી માધ્યમની મોટી મોટી સ્કૂલ અને કોલેજો છે જ્યા જતાં વેંત જ અહીની મોંઘી મોંઘી શિક્ષણ વ્યવસ્થાનો ખ્યાલ આવી જાય છે.

ઉપરાંત અહીની બજારોમાં શોપિંગ મોલ અને મોટી મોટી દુકાનોની હારમાળ જોવા મળશે. ઉપરાંત લાખોના ખર્ચે બંધાવેલ અદભૂત મંદિરો…

Image Source

મોટાભાગના લોકો કરે છે વિદેશમાં વસવાટ:

આ ગામમાંથી ઘરદીઠ એક કે બે વ્યક્તિઓ પોતાનો વ્યવસાય વિદેશમાં જ કરે છે. ત્યાં જ સ્થાયી થઈ ગયા છે. એટ્લે જ આ ગામના એક એક વ્યક્તિ દીઠ જો ગણતરી કરીએ તો 12 લાખથી વધુ રકમ બેન્ક કે પોસ્ટમાં ડિપોઝિટ હોય શકે છે. આ ગામના ઘણા લોકો યુકે, અમેરિકા અને કેનેડા રહે છે. પરંતુ તેઓ પોતાના પૈસા પોતાના ગામમાં જ જમા કરાવવાને પ્રાથમિકતા આપે છે. જેને કારણે આ ગામની બેંકોમાં આટલા બધા રૂપિયા જમા છે.

આ ગામથી વિદેશ જઈને વસેલા લોકો ઘણા વધુ છે અને તેમને વિદેશમાં ગામના નામે કોમ્યુનિટી એસોસીયેશન બનાવ્યું છે. વર્ષ 1968માં લંડનમાં કચ્છ માધાપર કાર્યાલયની સ્થાપના કરવામાં આવી, જે યુકેમાં વસેલા માધાપરના લોકોને ભેગા કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજતા હોય છે.

Image Source

દુબઈ અને આફ્રિકામાં વધારે વસ્યા છે માધાપરવાસીઓ:

યુકે, અમેરિકા અને કેનેડા સિવાય આફ્રિકામાં અને દુબઈમાં વધારેને વધારે કન્ટ્રક્શન સાઈટો ચાલતી હોવાથી આ સાઇટમા ગુજરાતીઓની માંગ વધારે છે. એટ્લે આ બે દેશમાં મોટેભાગે આ ગામના જ લોકો સ્થાઈ થઈ ગયા છે. આમ વિદેશમાં કમાઈને વતનમાં પોતાની મૂડીનું રોકાણ મોટે પાયે કરી રહ્યા છે આ ગામના લોકો. જેના કારણે આ ગામ આટલું સમૃદ્ધ બન્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here