મનોરંજન

આ 9 અભિનેત્રીઓના પતિ છે ખૂબ અમીર, એક તો અંબાણી પરિવારની વહુ છે…!

બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ એવી રહી કે જેને પોતાના જીવનસાથી તરીકે કોઈ ફિલ્મ સ્ટાર નહિ પણ આ ચમકદમકની દુનિયાથી દૂર રહેલા સામાન્ય વ્યક્તિને પસંદ કર્યા છે. પરંતુ આ સામાન્ય વ્યક્તિ કોઈ સામાન્ય નહિ પણ ખૂબ જ મોટા બિઝનેસમેન છે. એવામાં આજે બોલિવૂડની એવી અભિનેત્રીઓ વિશે વાત કરીએ કે જેના પતિ છે ખૂબ જ અમીર:

Image Source

શિલ્પા શેટ્ટી:

બોલિવૂડની અભિનેત્રી શિલ્પાએ શેટ્ટીએ ભારતીય મૂળના બ્રિટિશ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. રાજ કુન્દ્રા બ્રિટિશ એશિયન નામની એક મેગેઝીનમાં 198માં નંબર પર આવ્યા હતા. આટલું જ નહિ પણ વર્ષ 2009માં રાજ કુન્દ્રા આઇપીએલ ટિમ રાજસ્થાન રોયલ્સના સ્પોન્સર પણ રહયા હતા.

Image Source

અસીન:

સુપરહિટ ફિલ્મ ગજનીથી બોલિવૂડમાં પ્રવેશ કરનાર અભિનેત્રી અસીને ગણતરીની જ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ફિલ્મ રેડ્ડી, બોલ બચ્ચન, બોસ, જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ ફ્લોપ ફિલ્મોને કારણે અસીને પોપ્યુલર કંપની માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. રાહુલની કમાણી 100 બિલિયન ડોલરથી પણ વધુ છે. આટલું જ નહિ પણ તેમની પાસે ત્રણ એકરનું ફાર્મ હાઉસ પણ છે. આ સિવાય બેન્ટલી અને મર્ક એન્ડ બીમર પણ તેમના કલેક્શનમાં સામેલ છે.

Image Source

આયેશા ટાકિયા:

બોલિવૂડની સુંદર અભિનેત્રી અને સલમાન ખાન સાથે સુપરહિટ ફિલ્મ વોન્ટેડમાં નજરે આવેલી અભિનેત્રી આયેશા ટાકિયાએ ફિલ્મોથી દૂર થઈને રેસ્ટોરન્ટના રેસ્ટ્રોરેટર ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા છે. જણાવી દઈએ કે ફરહાન નેતા અબુ આઝમીના દીકરા છે.

Image Source

જુહી ચાવલા:

બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાની એક જુહી ચાવલાએ પણ મહેતા ગ્રુપના ઉદ્યોગસાહસિક જય મહેતા સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ પણ તેમને ઘણી ફિલ્મો કરી હતી. મહેતા ગ્રુપ એક પ્રખ્યાત ગ્રુપ છે જે ભારત સહીત અમેરિકા, આફ્રિકા અને કેનેડા જેવા દેશોમાં ફેલાયેલું છે.

Image Source

રાની મુખર્જી:

યશ ચોપરાના પરિવારની મોટી વહુ રાની મુખર્જીએ ફિલ્મમેકર આદિત્ય ચોપરા સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આદિત્યના આ બીજા લગ્ન છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આદિત્ય ચોપરા ટોપના ફિલ્મમેકરમાંથી એક છે. અને વર્ષમાં તેમના બેનર હેઠળ ઘણી ફિલ્મો બને છે.

Image Source

વિદ્યા બાલન:

બોલિવૂડની ટોપની અભિનેત્રી વિદ્યા બાલન તેના અભિનયને કારણે લોકોના દિલ પર રાજ કરે છે. તેને પ્રોડ્યુસર અને ડિઝની ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. ફિલ્મ આશીકીનો અભિનેતા આદિત્ય રોય કપૂર વિદ્યા બાલનનો દિયર થાય છે.

Image Source

અમૃતા અરોરા:

ફિલ્મ અભિનેત્રી અમલાઈકા અરોરાઈ નાની બહેન અમૃતા અરોરા ફિલ્મો ફ્લોપ થયા બાદ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. તેને મુંબઈની કન્સ્ટ્રક્શન કંપની રેડસ્ટોન ગ્રુપના માલિક અને બિઝનેસમેન શકીલ લડક સાથે લગ્ન કર્યા છે.

Image Source

સેલિના જેટલી:

બોલિવૂડમાં કોઈ ખાસ કમાલ ન કરી શકનાર અભિનેત્રી સેલિના જેટલીએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. સેલિનાના પતિ પીટર હોગ ઓસ્ટ્રિયાથી છે અને તે એક બિઝનેસમેન અને માર્કેટર છે.

Image Source

ટીના મુનિમ:

80ના દાયકાની સુંદર અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી ટીના મુનિમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સંસ્થાપક અનિલ અંબાણી સાથે લગ્ન કરી લીધા હતા. વર્ષ 2016માં ફોર્બ્સની બિલિયોનેર યાદી અનુસાર અનિલ અંબાણીની સંપત્તિ 3.3 બિલિયન ડોલર છે. અનિલ અંબાણી વિશ્વભરમાં પ્રખ્યાત છે.