મોટાભાગે ઘરની અંદર સાંજે ખીચડી કે ભાત બનતો હોય છે, અને સાંજે જમ્યા બાદ વધેલા ભાતને મોટાભાગના લોકો ફેંકી દેતા હોય છે, પરંતુ ઘણા લોકોને એ વાતની ખબર નથી કે વાસી ભાત ખાવાના પણ ઘણા ફાયદા છે. અસમની એગ્રિકલચર યુનિવર્સીટીએ એ વાતનો ખુલાસો કર્યો છે કે વાસી ભાત સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે.

એવું માનવામાં આવે છે કે લગભગ 100 ગ્રામ તાજા બનાવેલા ભાતની અંદર 3.4 મિલીગ્રામ આયરન હોય છે. જયારે 100 ગ્રામ વાસી ભાતની અંદર 73.91 મિલીગ્રામ આયરન હોય છે. જેને 12 કલાક સુધી પાણીમાં પલાળી રાખવા જોઈએ, એટલે કે રાત્રે બનાવેલા ભાતને પાણીમાં પલાળીને સવારે ખાવા ખુબ જ ફાયદાકારક રહે છે.

હવે વાત કરીએ વાસી ભાતના ઉપયોગની તો આપણે મલાઈ કોફ્તા, કાજુ કોફ્તા ખાધા હશે, પરંતુ ક્યારેય વાસી ભાતના કોફ્તા નહિ ખાધા હોય, આજે તમને વાસી ભાતના કોફ્તા બનાવતા પણ અમે શીખવીશું.

વાસી ભાતના કોફ્તા:
વાસી ભાતના કોફ્તા બનાવવા માટે આમ તો એ વાત નિર્ભર રાખે છે કે તમારી પાસે ભાત કેટલો વધ્યો છે, પરંતુ અહીંયા આપણે એક કપ ભાત પ્રમાણેની સામગ્રી અનુસાર જોઈશું.

વાસી ભાતના કોફ્તા બનાવવાની સામગ્રી:
- 1 કપ ભાત
- 2 બાફેલા બટાકા
- 2 ચમચી ચણાનો લોટ
- 1 ચમચી ઝીણું કાપેલુ આદુ
- 1 ચમચી બારીક કાપેલા લીલા મરચા
- 2 ચમચી બારીક કાપેલા ધાણા
- અડધી ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી આમચૂર પાવડર
- મીઠું સ્વાદ અનુસાર
- તળવા માટે તેલ

ભાતના કોફ્તા બનાવવાની રીત:
- સૌથી પહેલા વાસી ભાતને મિક્સરમાં નાખીને ગ્રાઈન્ડ કરી લેવા.
- હવે તે પેસ્ટને એક બાઉલમાં કાઢી લો.
- ત્યારબાદ તેની અંદર બાફેલા બટાકા, બેસન, આદુ, લીલા મરચા, ધાણા, લાલ મરચું, આમચૂર પાવડર અને મીઠું સ્વાદ અનુસાર નાખીને ભેળવી લેવું.
- જો તમે ઈચ્છો તો તેની અંદર ક્રશ કરેલા નટ્સ, માવો પણ ઉમેરી શકો છો જેના કારણે કોફતાનો ટેસ્ટ વધુ સારો બનશે.
- હવે આ તૈયાર મિશ્રણને કોફ્તા સ્ટાઈલમાં નાના નાના બોલ બનાવી લેવા, અને તેને ડીપ ફ્રાય કરી લેવા.
- જયારે કોફતાનો રંગ ગોલ્ડાન બ્રાઉન થઇ જાય ત્યારે તેને કાઢીને અલગ રાખી લો.
- હવે આ કોફ્તાની સાથે તમારી ગમતી ગ્રેવી પણ તમે બનાવી શકો છો. જેમાં તમે ડુંગળી, ટામેટા, અને ફૂલ ક્રીમ અથવા કઢી પણ બનાવી શકો છો.
- હવે તેને રોટલી અથવા પરાઠા કે ભાત સાથે પણ ખાઈ શકો છો !!!
- આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો, અને આવી જ રેસિપી તેમજ માહિત સભર વાતો માટે જોડાયેલા રહો અમારી સાથે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.