જંગલ સફારીનો આનંદ માણવા માટે ગયા હતા પર્યટકો, પાછળ પડી ગયો વિશાળકાય ગેંડો, 3 કિલોમીટર સુધી જીવ ચોંટ્યા તાળવે અને પછી…

પ્રાણીઓને જંગલમાં વિહરતા જોવા માટે ઘણા લોકો જંગલ સફારીનો આનંદ માણતા હોય છે. ઘણીવાર જંગલ સફારી દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળે છે જેને જોઈને પર્યટકો પણ હેરાન રહી જાય છે. સફારી દરમિયાન ઘણા મોટા પ્રાણીઓને નાના પ્રાણીઓનો શિકાર કરતા પણ જોઈ શકાય છે.

ઘણીવાર એવું પણ બનતું હોય છે જે જંગલના કેટલાક ગુસ્સાએ ભરાયેલા પ્રાણીઓ પર્યટકોના વાહનોનો પીછો પણ કરતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વિશાળકાય ગેંડો પર્યટકોની જીપનો પીછો કરતો જોવા મળે છે અને પર્યટકોનો જીવ પણ તાળવે ચોંટી જાય છે.

આ વાયરલ વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો આસામના બક્સામાં આવેલા માનસ નેશનલ પાર્કનો છે અને તેને ત્યાંના વન અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક શિંગડાવાળો ગેંડો તેજ ગતિએ દોડી રહ્યો છે અને પ્રવાસી વાહનનો પીછો કરી રહ્યો છે.

ગેંડા લગભગ 3 કિમી સુધી કારની પાછળ ભાગતો રહ્યો. જે રીતે તે વાહનનો પીછો કરી રહ્યો છે તે જોઈને સ્પષ્ટ થાય છે કે ગેંડા ખૂબ જ ગુસ્સામાં છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા માનસ નેશનલ પાર્કના ફોરેસ્ટ રેન્જ ઓફિસર બાબુલ બ્રહ્મા કહે છે, “આ 29 ડિસેમ્બરે થયું હતું. કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી નથી.” અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે.

Niraj Patel