જંગલમાં જઈને ફોટોગ્રાફી કરી રહ્યા હતા પ્રવાસીઓ, ત્યારે જ અંદરથી અચાનક આવ્યો ગેંડો, રિવર્સ જીપ લઈને ભાગવા ગયા અને મારી ગઈ પલ્ટી… જુઓ વીડિયો

ગેંડાને ના પસંદ આવ્યું કે પ્રવાસીઓએ તેનો ફોટો પાડ્યો, આવી ગયો ગુસ્સો અને પછી જે કર્યું તે જોઈને તમે પણ ચીસ પાડી ઉઠશો…

ઘણા લોકો પ્રાણીઓને લાઈવ જોવા માતા જંગલમાં જતા હોય છે અને જંગલ સફારીનો આનંદ પણ માણતા હોય છે.આ દરમિયાન લોકો ફોટોગ્રાફીનો પણ આનંદ લેતા હોય છે અને ઘણીવાર કેમેરામાં એવા દૃશ્યો કેદ થઇ જતા હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ગેંડો ટુરિસ્ટની જીપ પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. 18 સેકન્ડના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે લગભગ 6 પ્રવાસીઓ મુરુતિની જીપ્સી કારમાં જંગલ સફારીનો આનંદ માણી રહ્યા છે ત્યારે અચાનક એક ગેંડા ઝાડીઓમાંથી બહાર આવે છે અને તેમની કાર પર હુમલો કરે છે. ડ્રાઈવર ઝડપથી કારને બેક કરવા લાગે છે.

આવી સ્થિતિમાં, વાહન ત્રાંસી દિશામાં જવાનું શરૂ કરે છે અને રસ્તાથી દૂર થઈને કાચા રસ્તા પર સંતુલન ગુમાવવાથી પલટી જાય છે. પ્રવાસીઓ પણ જીપની નીચે દબાઈ જાય છે. જો કે, ગેંડા ભાગી જાય છે જ્યારે અન્ય પ્રવાસીઓને મદદ કરવા દોડી જાય છે. ત્યાં જ વીડિયો પણ સમાપ્ત થઇ જાય છે. આ વિડિયો ‘ભારતીય વન સેવા’ (IFS) અધિકારી સુશાંત નંદા દ્વારા 25 ફેબ્રુઆરીએ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

વીડિયોની સાથે તેમને લખ્યું હતું કે  “તે બતાવે છે કે અમારી વાઇલ્ડ સફારીના માર્ગમાં શું ખામીઓ છે… જંગલી પ્રાણીઓની ગોપનીયતાનો આદર કરો. સ્વ સલામતી પ્રથમ આવે છે. મને જાણ કરવામાં આવી છે કે ગેંડા અને પ્રવાસી બંને સુરક્ષિત છે. દરેક જણ એટલું નસીબદાર નહીં હોય.” ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા બધા લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel