ફિલ્મી દુનિયા

ડ્રગના મામલે આજે ફરી કોર્ટે રિયાની જામીન અરજી ફગાવી દેવાઈ, હવે રિયા કરશે આ નવો પેતરો- જાણો

જુવાન અભિનેતાના આત્મહત્યા કેસમાં ડ્રગ્સનો એન્ગલ આવ્યા પછી અરેસ્ટ થયેલી સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર આજે ચુકાદો આવ્યો છે. કોર્ટે સતત બીજી વખત જામીન અરજી ફગાવી દીધા છે.

મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે નિર્ણય રિઝર્વ રાખ્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી રિજેક્ટ થઇ તો ગર્લફ્રેન્ડ રિયાએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી, જેને પણ રિજેક્ટ કરી દેવાઈ. કોર્ટે રિયા સહિત 6 આરોપીઓની જામીન અરજી નામંજૂરી કરી છે.

જજ જેબી ગુરવે કહ્યું હતું કે આ ગંભીર ગુનો છે અને આમાં તપાસ થવી જરૂરી છે. NCB (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ રિયાને મંગળવારે અરેસ્ટ કરી હતી. બીજી તરફ ED રિયા વિરુદ્ધ નવો કેસ ફાઈલ કરી શકે છે.

સુશાંત સિંહ રાજપૂત કેસના ડ્રગ્સ મામલામાં રિયાની જામીન અરજી આજે સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે શૌવિક ચક્રવર્તી, સૈમુઅલ, દીપેશ, બાસીત અને જૈદની જામીન અરજી પણ ફગાવી દીધી છે. કોર્ટે બે દિવસની સુનાવણી બાદ કોર્ટે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત 6 લોકોની જામીન અરજી પર ચુકાદો આપ્યો છે. એનડીપીએસ કોર્ટે રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપી છે. રિયા 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે.

Image source

રિયાની એનડીપીએસ એક્ટની કલમ 16/20 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ એનડીપીએસ કોર્ટે રિયાને 22 સપ્ટેમ્બર સુધી એનસીબીની ન્યાયિક કસ્ટડી આપી હતી. મોડી રાત્રે આવેલા નિર્ણયને કારણે રિયાને એક રાત એનસીબી ઓફિસના લોકઅપમાં પસાર કરવી પડી. બીજા દિવસે એટલે કે 9 સપ્ટેમ્બર તેમને મુંબઈની ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવી હતી. તે છેલ્લા બે દિવસથી અહીં કેદી તરીકે રહી છે.

Image source

આ સમય દરમિયાન રિયાના વકીલ સતિષ માનશિંદેએ રિયા અને તેના ભાઈ શૌવિકની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની બે દિવસથી સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન એનસીબીએ રિયા અને શૌવિકની જામીનનો વિરોધ કર્યો હતો. એનસીબીએ ગુરુવારે જામીન અરજીઓનો સખ્ત વિરોધ કરતાં કહ્યું કે, આ કેસમાં ડ્રગ્સનો જથ્થો ઓછો હોવા છતાં તેની કિંમત 1,85,200 રૂપિયા છે.

Image source

એનસીબીએ કોર્ટને જણાવ્યું હતું કે રિયાએ કબૂલાત કરી છે કે તે ડ્રગ લે છે અને જામીન પર છૂટ્યા પછી પણ તે ડ્રગ લઈ શકે છે.વધુમાં એનસીબીએ કોર્ટમાં કહ્યું હતું કે આ બંને પુરાવા સાથે ચેડા કરી શકે છે. જોકે, સતિષ માનશિંદેએ દાવો કર્યો હતો કે એનસીબીએ રિયા પર નિવેદન આપવા દબાણ કર્યું હતું. તેણે રિયાની માનસિક સ્થિતિ બગડવાનું પણ અનુમાન કર્યું છે.રિયા પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી.

ત્યારબાદ રિયાના વકીલ સતીશ માનશિંદેએ સતત ફરી જામીન અરજી રિજેક્ટ થયા બાદ જણાવ્યું કે, એકવાર અમને ઓર્ડર કોપી મળી જાય પછી અમે આવતા અઠવાડિયે હાઇકોર્ટને અપ્રોચ કરી શું કાર્યવાહી કરવી તે બાબતે વિચારીશું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.