ફિલ્મી દુનિયા

મહેશ ભટ્ટનો પોલીસ સામે મોટો ખુલાસો, સુશાંત સાથે જોડાયેલી દરેક વાત જણાવતી હતી રિયા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહતા બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ઉપર ઘણા બધા સવાલો ઊભા થઇ રહ્યા છે. પોલીસ તેની આત્મહત્યાને લઈને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોની પુછપરછ પણ કરી રહી છે. મુંબઈ પોલીસે અત્યાર સુધી 35 જેટલા લોકોની પુછપરછ કરી છે.

Image Source

સોમવારે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પણ પુછપરછ કરવામાં આવી હતી. મહેશ ભટ્ટ સાથે લગભગ 2 કલાક જેટલી પુછપરછ ચાલી. પોલીસે સુશાંત ઉપરાંત રિયા ચક્રવર્તી વિશેના પણ પ્રશ્નો મહેશ ભટ્ટને પૂછ્યા. મહેશે જવાબ આપતા કહ્યું કે સુશાંત સાથે તેમની મુલાકાત માત્ર બે વાર જ થઇ છે. તેમને એ વાતનો પણ ખુલાસો કર્યો કે રિયા સુશાંત સાથે જોડાયેલી તમામ વાતો જણાવતી હતી.

મહેશ ભટ્ટે પોલીસને જણાવ્યું કે તે સુશાંતને બે વાર મળ્યા હતા. જેમાં પહેલીવાર નવેમ્બર 2018માં જયારે બીજીવાર 2019માં. મહેશ ભટ્ટે કહ્યું કે સુશાંત સાથે તેમનો કોઈ સીધો સંપર્ક નહોતો, તેમને આગળ જણાવ્યું કે “રિયા ચક્રવર્તી એક મેન્ટોરના રૂપમાં મારુ સન્માન કરે છે, કારણ કે તેને ફિલ્મ “જલેબી”માં કરવાનો મોકો આપ્યો હતો. તેના કારણે જ રિયા મોટાભાગે સુશાંત વિષે બધું જ મારી સાથે શેર કરે છે.”

Image Source

સુશાંતના અવસાન પછી એવી ખબર પણ આવી હતી કે મહેશ ભટ્ટ સુશાંતને “સડક-2” માં કાસ્ટ કરવા માંગે છે. પરંતુ તેવું ના બન્યું. મહેશ ભટ્ટે સુશાંત સાથે કામ કરવાને લઈને પણ પોતાની વાત જણાવતા કહ્યું કે તેમની કોઈ ફિલ્મમાં સુશાંતને લઈને કામ કરવાનો કોઈ ઈરાદો નહોતો. સાથે જ “સડક-2” ફિલ્મમાં પણ સુશાંતને કામ કરવાને લઈને કોઈ ચર્ચા થઇ નથી. જો કે મહેશ ભટ્ટે એમ પણ જણાવ્યું કે સુશાંતની તેમની ફિલ્મમાં કામ કરવાને લઈને ખુબ જ દિલચસ્પી પણ હતી અને તેને એક નાનો અભિનય કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.