ફિલ્મી દુનિયા

રિયા ચક્રવર્તીની ટીશર્ટએ ખેંચ્યું લોકોનું ધ્યાન, તસ્વીર થઇ રહી છે વાયરલ

આખરે કેમ ચર્ચામાં છે રિયાનું બ્લેક ટોપ, સુશાંતની બહેને કર્યો પલટવાર

એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની સુશાંત સિંહ રાજપૂતના મામલામાં ડ્રગ્સથી જોડાયેલા આરોપને લઈને ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી) એ ત્રણ દિવસ પુછપરછ કર્યા બાદ મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ રિયાને 14 દિવસના રિમાન્ડ પર મોકલી આપી છે. તો બીજી તરફ કોર્ટે તેની જામીન અરજી પણ નામંજૂર કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by dinalipionline (@dinalipiepaper) on

મંગળવારે રિયાએ જે ટીશર્ટ પહેર્યું હતું જેને લઈને ચર્ચા શરૂ થઇ હતી. આ ટીશર્ટ પર એક ખાસ મેસેજ લખ્યો હતો. રિયાની આ ટીશર્ટની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

રિયાએ  મંગળવારે કાળું ટીશર્ટ પહેર્યું હતું. તેના ટીશર્ટ પર લખ્યું હતું કે, ગુલાબ લાલ હોય છે, વાયોલેટસ બ્લુ હોય છે. આવો તમે અને હું પિતૃસતાને ધ્વસ્ત કરીએ. રિયાની આ ટીશર્ટ વાયરલ થઇ રહી છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ ટ્રોલ કરી છે તો ઘણાએ તેનો સપોર્ટ કર્યો છે. આ સાથે જ યુઝર્સે કહ્યું હતું કે, રિયાને ખબર હતી કે તેની ધરપકડ કરવમાંમાં આવશે. તેથી જ તે આ ટીશર્ટ પહેરીને આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Digital Diary (@webdigitaldiary) on

લોકો હવે રિયાન ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે. બૉલીવુડની ઘણીં હસ્તીઓએ જસ્ટિસ ફોર રિયા કૈપન ચલાવ્યું છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ આ બધા સેલેબને ટ્વીટ કરીને જવાબ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput Fan (@sushantsinghrajputfan_07) on

બૉલીવુડના આ સેલેબન માટે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક પોસ્ટ શેર કરી છે. શ્વેતાએ સુશાંતની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, ગુલાબ લાલ હોય છે, વાયોલેટસ નીલે હોય છે. આવો સત્ય માટે લડીએ, હું અને તું. આ સાથે જ લખ્યું હતું કે, જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત.

 

View this post on Instagram

 

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

રિયાની ધરપકડ બાદ મંગળવારની રાત એનસીબી ઓફિસમાં જ પસાર કરી હતી. બુધવારે ભાયખલા મહિલા જેલમાં મોકલવામાં આવશે. એનસીબીના જણાવ્યા મુજબ, રિયાની પુછપરછમાં સાફ થયું હતું કે, તે ડ્રગ્સ સિન્ડિકેટનો હિસ્સો હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.