રિયા ચક્રવર્તીને સુશાંતની ડેથ એનિવર્સરી પર આવી યાદ, બે વર્ષ બાદ બતાવી રોમાન્સમાં ડૂબેલી યાદો- જુઓ રોમેન્ટિક તસવીરો

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને બે વર્ષ પૂરા થઇ ગયા છે. એવામાં સોશિયલ મીડિયા પર ચાહકો તેને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ વચ્ચે અભિનેત્રી અને સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ ઇન્સ્ટાગ્રામ પર સુશાંતને યાદ કરતા કેટલીક તસવીરો શેર કરી છે, જે આજ સુધી કયારેય પણ સામે આવી નથી. રિયાએ સુશાંત સાથે જૂની યાદો શેર કરતા લખ્યુ- રોજ તને યાદ કરુ છુ. આ સાથે સાથે જ રિયાએ હાર્ટ ઇમોજી પણ બનાવ્યુ છે. રિયાની આ પોસ્ટ મિનિટોમાં જ વાયરલ થઇ ગઇ હતી.

સામે આવેલી આ તસવીરોમાં રિયા અને સુશાંત એકબીજામાં ખોવાયેલા અને મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. રિયાએ જે તસવીરો શેર કરી છે, તેમાંથી એક તસવીરમાં તે સુશાંત પાછળ બેસી ક્યુટ પોઝ આપતી જોવા મળી રહી છે. ત્યાં સુશાંતના ચહેરાની માસૂમ સ્માઇલથી પણ કોઇની નજર હટવાનું નામ નથી લઇ રહી. બીજી એક તસવીરમાં સુશાંત તેના કાન પાછળ ફૂલ લગાવી એક બાળકની જેમ પોઝ આપી રહ્યો છે અને પાસે બેસેલી રિયા તેની આ હરકતને નિહારી રહી છે. બંને ખુલ્લા મેદાનમાં એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.

ત્યાં અન્ય એક તસવીરમાં રિયા સુશાંતને કિસ કરતી જોવા મળી રહી છે અને સુશાંત સ્માઇલ સાથે સેલ્ફી લઇ રહ્યો છે. ત્યાં અન્ય એક તસવીરમાં સુશાંતે રિયાને બાહોમાં ઊંચકેલી જોવા મળે છે. રિયાની આ તસવીર ઘણી જ વાયરલ થઇ રહી છે. ચાહકો સુશાંતની ડેથ એનિવર્સરી પર ફરી એકવાર ભાવુક જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, સુશાંત તેના છેલ્લા દિવસોમાં રિયા ચક્રવર્તી સાથે રિલેશનશિપમાં હતો. રિયાની આ પોસ્ટથી ખબર પડે છે કે સુશાંત અને રિયા રિલેશનશિપમાં ઘણા ખુશ હતા અને સુશાંતના ગયા બાદ રિયા તેને રોજ યાદ કરે છે.

જણાવી દઇએ કે, સુશાંતની મોત બાદ તેના પરિવારે રિયા પર સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવાનો અને પૈસા હડપવાનો આરોપ લગાવ્યો હતો. રિયાએ લગભગ એક મહીનો જેલમાં પણ વિતાવ્યો હતો. 28 દિવસ જેલમાં વીતાવ્યા બાદ બોમ્બે હાઇકોર્ટે તેને જમાનત આપી હતી. સુશાંત માટે ડ્રગ્સ લાવવાના આરોપમાં રિયા અને તેના ભાઇ શૌવિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. સુશાંત ડ્રગ્સ કેસમાં બોલિવુડના ઘણા સેલેબ્સની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને તે પૂછપરછમાં ઘણા ખુલાસા પણ થયા હતા.

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં CBI અને NCB દ્વારા રિયા ચક્રવર્તીની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેના ઘરની બહાર સતત મીડિયાની ભીડ હતી. રિયા પર સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ હતો. આ કેસમાં NCB પછી ED દાખલ થઈ અને રિયા પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ પણ લાગ્યો. જો કે, રિયા ચક્રવર્તીના વકીલે તેના પર લાગેલા આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

Shah Jina