ફિલ્મી દુનિયા

જ્યારે મહેશ ભટ્ટે સમજાવ્યો હતો પ્રેમનો સાચો મતલબ, વાત સાંભળીને રિયા ચક્રવર્તીએ તરત લગાવી લીધા હતા ગળે

મહેશ ભટ્ટની પ્રેમભરી વાતો થી ઈમ્પ્રેસ થઇ ગઈ રિયા, જુઓ શું શું કરી બેઠી

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના કથિત આત્મહત્યા મામલે સુશાંતના પરિવારએ રિયા ચક્રવર્તી પર આરોપ લગાડયાં છે. રિયા પર આરોપ લાગ્યા બાદ શંકાની સોઈ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક મહેશ ભટ્ટ પર ટકી છે. થોડા સમય પહેલા રિયા અને મહેશ ભટ્ટ સાથેની ચેટ વાયરલ થઇ હતી. આ વચ્ચે રિયા અને મહેશ ભટ્ટના ઘણા જુના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

Image source

રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની દોસ્તીની ચર્ચા હંમેશા રહે છે. બંને એકબીજાને ગાઢ મિત્રો જણાવે છે. બંનેની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચુકી છે. તો બીજી તરફ સુશાંતના મોતનો એન્ગલ પણ રિયા અને મહેશ ભટ્ટને જોવામાં આવે છે. આ વચ્ચે ‘જલેબી’ ના પ્રમોશન દરમિયાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં મહેશ ભટ્ટ પ્રેમનો મતલબ જણાવી રહ્યા છે. જેને સાંભળીને રિયા તરત જ તેને ગળે લગાવી દે છે.

Image source

આ વીડિયોમાં મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી અને વરુણ મિત્રા ત્રણેય નજરે આવી રહ્યા છે. આ દરમિયાન ત્રણેય એક મીડિયા હાઉસ સાથે વાત કરતા નજરે ચડે છે. મહેશ ભટ્ટ વીડિયોમાં કહે છે કે, સાચા પ્રેમ પર ક્યારે પણ પૂર્ણ વિરામ નથી મૂકી શકતા. મહેશ ભટ્ટની આ વાત સાંભળીને રિયા ચક્રવર્તી તેને તુરંત જ ગળે લગાડી દે છે.

Image source

મહેશ અને રીયાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઈએ આ પહેલા બંનેનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રિયા ચક્રવર્તી, મહેશ ભટ્ટના વખાણ કરતી નજરે ચડે છે. રિયા મહેશ ભટ્ટ માટે કહી રહી છે કે, મહેશ ભટ્ટ સૌથી જુવાન વ્યક્તિ છે જેને હું જાણું છું. આ સૌથી જુવાન,પાગલપનથી ભરેલા અને ઉર્જાવાન વ્યક્તિ છે.

Image source

જણાવી દઈએ કે, હાલમાં જ રિયા અને મહેશ ભટ્ટની વોટ્સઅપ ચેટ સામે આવી છે. આ ચેટ રિયાએ સુશાંતની ઘર છોડ્યા બાદની છે. આ ચેટને વાંચીને લાગે છે કે, મહેશ ભટ્ટ રિયાને સુશાંતનું ઘર છોડવા માટે પ્રેરિત કરી રહ્યો છે. આ સાથે જ રિયા પણ તેના આ પગલાંથી ઘણી ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood 1M💙 (@lnbollywood) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.