ફિલ્મી દુનિયા

સુશાંત સિંહની મર્ડર મિસ્ટ્રીમાં કોઈ નક્કર કારણ ના મળ્યું તો રિયા સહીત આ લોકોનો પણ પોલીગ્રાફ ટેસ્ટ કરાવી શકે છે સીબીઆઈ

સુશાંત સિંહ રાજપૂત મામલે સીબીઆઈ છેલ્લા 9 દિવસથી તપાસ કરી રહી છે. આ કેસમાં મુખ્ય આરોપી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના શુક્રવારે સીબીઆઈ 10 કલાક સુધી પુછપરછ કરી હતી. આ વચ્ચે મોટી ખબર સામે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

સીબીઆઈ સુશાંત સિંહ મોત મામલે સત્ય સામે લાવવા માટે રિયા ચક્રવર્તીનો પોલીગ્રાફ ટેસ્ટ કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રોનું માનીએ તો સુશાંતના મોતનો મામલામાં ગૂંચવણનું  નિરાકરણ ના આવે તો રિયા ચક્રવર્તી સહિતના લોકોનું પોલીગ્રાફ ટેસ્ટ કરાવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

એક-બે વધુ પૂછપરછ કર્યા પછી સીબીઆઈ રિયા ચક્રવર્તીનું પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની તૈયારીમાં છે. જોકે, સીબીઆઈ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જણાવી દઈએ કે, સીબીઆઇએ આ માટે કોર્ટની પરવાનગી લેવી પડશે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સૂત્રોની વાત માનીએ તો, રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સિવાય સુશાંતના ફ્લેટમેટ અને મિત્રો સિદ્ધાર્થ પિથાની અને કૂક નીરજે પણ પોલિગ્રાફ ટેસ્ટ થઇ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંત સિંહ રાજપૂતને આપઘાત કરવા દુષ્પ્રેરણા કરનાર આરોપી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની શુક્રવારે 10 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. સુશાંત મૃત્યુ કેસની તપાસ માટે સીબીઆઈની ટીમ છેલ્લા આઠ દિવસથી મુંબઇમાં છે. શુક્રવારે તેણે રિયાની પૂછપરછ કરી હતી. જ્યારે ગુરુવારે તેણે રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીનું નિવેદન નોંધ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.