ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતના ઘરે ખુબ વિડીયો બનાવતી હતી રિયા ચક્રવર્તી, સોશિયલ મીડિયા દ્વારા થયો ખુલાસો

સુશાંત સિંહની આત્મહત્યા પછી સૌથી વધુ ચર્ચાઓમાં તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી રહી છે. ગઈ કાલે એટલે કે 1 જુલાઈના રોજ રિયા 28 વર્ષની થઇ ચુકી છે. સુશાંતના નિધનથી રિયા ખુબ જ દુઃખી છે. આ વખતે તેના જન્મદિવસના મૌકા પર સુશાંત તેની સાથે નથી પણ આગળનો જન્મદીસવ રિયાએ સુશાંત સાથે ઉજવ્યો હતો.

Image Source

જો કે સુશાંત અને રિયાએ ક્યારેય પણ પોતાના રીલેશનનો ખુલાસો કર્યો ન હતો. સુશાંતના નિધન પછી રિયાએ પોલીસને જણાવ્યું કે તે સુશાંત સાથે તેના ઘરે જ રહેતી હતી. સોશિયલ પ્રોફાઇલની તસ્વીરો દ્વારા પણ એ જોઈ શકાય છે કે રિયા તેની સાથે જ રહેતી હતી.

Image Source

રિયાના ઇન્સ્ટાગ્રામ પર ઘણા એવા વિડીયો અને તસવીરો છે જે તેણે સુશાંતના ઘરે રહીને બનાવ્યા છે. જેમાના એક વીડિયોમાં રિયા બાલ્કનીની પાસે બેઠેલી છે તો અમુકમાં સોફા પર બેઠેલી છે. સુશાંતના ઘરની ઓળખ તેની પાછળ રહેલા સામાનને આધારે લગાવી શકાય છે.

Image Source

એક વીડિયોમાં રિયા બાલ્કનીમાં બેઠેલી છે અને રિયાએ તેમાં એડિટિંગ કરીને ક્લોન પણ બનાવ્યું છે જે રિયાની બાજુમાં જ બેસીને ગિટાર વગાડતી દેખાઈ રહી છે. વીડિયોમાં પાછળની બાજુએ દીવાલ પર એક એસ્ટ્રોનોટની તસ્વીર પણ દેખાઈ રહી છે, અને પુસ્તકો પણ દેખાઈ રહ્યા છે.

Image Source

જયારે એક વીડિયોમાં સુશાંતનું ઘર પણ દેખાઈ રહ્યું છે. આવા પ્રકારની ઘણી પોસ્ટ રિયાના એકાઉન્ટ પર જોઈ શકાય છે. જણાવી દઈએ કે રિયા અને સુશાંતની મુલાકાત એક પાર્ટીના દરમિયાન થઇ હતી. જેનેઆ પછીથી બંન્ને વચ્ચે દોસ્તી થઇ અને ધીમે ધીમે તે પ્રેમમાં બદલાઈ ગઈ.

Author: GujjuRocks Team


આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.